ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે પરંતુ આ દારૂબંધી માત્ર પેપર પર હોય તેવું લાગી રહ્યુ છે. તાજેતરમાં પ્રકાશમાં આવેલા લઠ્ઠાકાંડને લઈને ખેડા જિલ્લા પોલીસ પણ હરકતમાં આવી છે. બે દિવસમાં જિલ્લાના 12 પોલીસ મથકની હદમાં પોલીસે તવાઈ હાથધરી છે અને લગભગ 50થી વધુ પ્રોહિબીશનની ફરિયાદો નોંધી હોવાનું જાણવા મળે છે. ખેડા જિલ્લામાં ઘણી જગ્યા પર દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમતી હોવાની બૂમો ઉઠી છે. જિલ્લામાંથી આ દેશી દારૂ અમદાવાદ ઠલવાતો હોવાની બૂમો પણ છેલ્લા ઘણા સમયથી છે. જોકે, સમય અંતરે પોલીસ આવા દેશી દારૂના વેપલા પર તવાઈ લાવે છે. પરંતુ ચુપકે ચુપકે દેશી દારૂના વેપલા સાથે સંકળાયેલા લોકો દેશી દારૂ બનાવીને સપ્લાય કરતા હોવાની બૂમો ઉઠી છે.
પોલીસની અસરકારક કામગીરી
ખેડા જિલ્લા પોલીસે પણ દેશી દારૂના ધંધા પર તવાઈ લાવવા માટે છેલ્લા બે દિવસથી કામે લાગી છે. પ્રોહીબીશનની લગભગ 50થી વધુ ફરિયાદો 12 પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. એકંદરે પોલીસે દેશી દારૂના ધંધા પર તવાઈ લાવી દેતા હાલમાં જિલ્લામાં દેશી દારૂનો વેપલો ઠપ્પ થઈ ગયો છે. ઉલ્લેખનીય છે કે, ખેડા જિલ્લામાં અમુક વિસ્તાર દેશી દારૂનો હબ ગણાય છે. જ્યાંથી વહેલી સવારે અમદાવાદમાં આ દારૂ સપ્લાય થાય છે. ત્યારે ખેડા જિલ્લામાં પણ લઠ્ઠાકાડની કોઈ અસર ન થાય તે માટે પોલીસની હાલમાં ખૂબ જ સક્રિય કામગીરી જોવા મળી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.