નડિયાદ:સર્વર ખોટકાતા ખેડા જિલ્લામાં 250થી વધુ દસ્તાવેજો અટક્યા

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નડિયાદ સહિતની સબ રજિસ્ટ્રાર કચેરીમાં અરજદારો અટવાયા
  • સવારથી આવેલા અરજદારો કંટાળીને પરત જતા રહ્યા

ખેડા જિલ્લાની સબ રજીસ્ટ્રાર કચેરીઓમાં નડિયાદ થઈ જતા અરજદારોને હેરાન થવાનો વારો આવ્યો હતો. જોકે આ હેરાનગતિ વચ્ચે સબ રજીસ્ટ્રાર કચેરીના સ્ટાફ મોડો આવ્યો હોવાના આક્ષેપો અરજદારો દ્વારા કરવામાં આવ્યા હતા. સર્વર ઠપ થઈ જતાં ગુરુવારે સાંજ સુધી ખેડા જિલ્લામાં એક પણ દસ્તાવેજની નોંધણી થઈ શકી ન હતી. જિલ્લામાં હરરોજ 250 ની આસપાસ દસ્તાવેજોની નોંધણી થતી હોય છે, પરંતુ ગૂરૂવારે એક પણ દસ્તાવેજ નોંધાયો ન હતો. હવે શુક્રવારે સર્વર ચાલુ થાય છેકે પછી આજ સ્થિતિ રહે છે, તે અંગે પણ અરજદારો ચીંતીત જોવા મળ્યા હતા.

તાજેતરમાં સરકાર દ્વારા જંત્રીનો ભાવ વધારો એપ્રિલ મહિના સુધી મુલતવી કરતા દસ્તાવેજનું કામ કરાવવા સબ રજીસ્ટ્રાર કચેરીઓમાં અરજદારોની લાઈન લાગતી હતી. પરંતુ ગુરૂવાર સવારે સંપૂર્ણ સર્વર જ ઠપ થઈ જતા અરજદારો અટવાઈ પડ્યા હતા. જિલ્લામાં નડિયાદ, મહુધા, કઠલાલ, કપડવંજ, ખેડા, માતર, ઠાસરા, વસો અને સેવાલિયા તાલુકા મથકો પર આવેલ સબ રજીસ્ટ્રાર કચેરીઓમાં સર્વર ઠપ્પ થઇ જવાને કારણે દિવસ દરમિયાન અરજદારોની ભારે ભીડ જોવા મળી હતી. અરજદારોએ રોષપૂર્વક જણાવ્યું હતું કે દુનિયામાં હાઈસ્પિડ ઇન્ટરનેટ ચાલી રહ્યા છે, ત્યારે સરકારી સર્વરની આવી હાલત રાજ્યના વિકાસમાં અવરોધનું કામ કરી રહી છે.

અહો આશ્ચર્યમ : ઓફિસ 10.30 વાગે ખુલે, એપોઈન્ટમેન્ટ 9.30 વાગ્યાની
અમારી 9.30ની એપોઇન્ટમેન્ટ હતી. પણ આ ઓફિસ જ 10.30 વાગ્યે ખુલે છે. અમારે અહીં આવીને તેમની રાહ જોવી પડી. 10.30 વાગ્યા બાદ એ લોકો આવ્યા બાદમાં અમારી નવી એપોઈન્ટમેન્ટ લીધી. હવે સર્વર ડાઉન છે, જેના કારણે મોડુ થશે. કચેરીના અધિકારીએ તો વહેલા આવવું જોઈએ. > રાજેન્દ્ર પટેલ, અરજદાર

સવારે 9 થી ઉભા છીએ પણ સર્વર બંધ છે
મને સવારે 9 વાગ્યાની એપોઈન્ટમેન્ટ મળી હતી, એટલે સવારે 9 વાગ્યાથી અહીં આવ્યો છું. 4 કલાક થી લાઈનમાં ઊભો છુ પણ સર્વર ઠપ્પ થઈ જવાને કારણે મારે હેરાન થવું પડ્યું છે. અહીં કામ પતાવી મારે બીજા કામે પણ જવાનું હતું પરંતુ હવે સર્વર ક્યારે ચાલુ થાય અને ક્યારે બીજું કામ થસે ખબર નહીં. > સુરેશ બારોટ, અરજદાર

સર્વર બંધ થતા અટવાવાનો વારો આવ્યો
મને 11 વાગ્યાનો સમય આપ્યો હોઈ હુ મારા ક્લાયન્ટ સાથે 10.30 વાગ્યે અહીં આવી ગયો હતો. પરંતુ હવે સર્વર બંધ હોવાનું જાણવા મળ્યું છે. અમારા ગ્રાહકો બહારગામ થી આવ્યા છે, જેમને દસ્તાવેજ કર્યા બાદ પરત ઘરે જવાનું છે. પણ હવે સર્વર શરૂ થાય ત્યા સુધી રાહ જોવી પડશે. > કૌશીકભાઈ રાણા, એડવોકેટ

આજે આખા રાજ્યનું સર્વર ડાઉન છે
સમગ્ર રાજ્યમાં સર્વર ઠપ્પ થઈ જવાને કારણે આજે દસ્તાવેજ થઈ સક્યો નથી. મોડે સુધી રાહ જોઈસુ બાદમાં નોટીસ બોર્ડ પર નોટીસ લગાવવામાં આવસે. શુક્રવારે પણ સર્વર ચાલુ થસે કે કેમ તે હજુ જાણવા મળ્યું નથી. > નરેન્દ્રસિહ, સબ રજીસ્ટાર, નડિયાદ

અન્ય સમાચારો પણ છે...