કલા મહાકુંભ:કલામહાકુંભમાં 23 સ્પર્ધામાં 1600થી વધુ કલાકારો જોડાશે

નડિયાદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નડિયાદ ખાતે જિલ્લા કક્ષાનો કલા મહાકુંભનો પ્રારંભ
  • લોકગીત અને વકૃતત્વ સ્પર્ધાના વિજેતાનું સન્માન કરાશે

નડિયાદમાં આવેલ સંતરામ ઇંગ્લીશ મીડીયમ સ્કુલ ખાતે જિલ્લા કક્ષાનો કલા મહાકુંભનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જિલ્લા કલેક્ટર કે.એલ.બચાણીના અધ્યક્ષ સ્થાને યોજાયેલ કલા મહાકુંભમાં કલાકારોને શ્રેષ્ઠ પ્રદર્શન કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. બે દિવસ દરમિયાન યોજાનાર કલા મહાકુંભમાં વિવિધ 23 જેટલી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં જિલ્લાના વિવિધ ઉંમરના 1600 થી 1800 જેટલા કલાકારો ભાગ લઇ તેમની કલાનું પ્રદર્શન કરશે. આ પ્રસંગે ઝવેરચંદ મેધાણીના લોકગીત અને વકૃતત્વ સ્પર્ધાના વિજેતાઓ પ્રદિપભાઇ તથા કૃતિબેન સરૈયાનું પ્રશસ્તિ પત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. કલા મહાકુંભના શુભારંભમાં ગુજરાતી ફિલ્મના હાસ્ય કલાકાર મહેશભાઇ રબારી ઉપસ્થિત રહી નિર્ણાયકની ભૂમિકા ભજવી હતી.

સ્પર્ધાઓના કાર્યક્રમમાં રમત ગમત અધિકારી લક્ષ્મણભાઇ ચૌહાણ, જિલ્લા શિક્ષણાધિકારી શિલ્પાબેન પટેલ, નાયબ માહિતી નિયામક નિત્યાબેન ત્રિવેદી, નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી રણજીતસિંહ ડાભી, રમતગમત વિભાગના ર્ડા.ચેતનભાઇ સિંયાણીયા તથા વિવિધ શાળાના આચાર્ય અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...