નડિયાદ નગરપાલિકાએ ટીપી વનમાં આવતા લોયલા આઈટીઆઈથી ઝલક તરફ જવાના માર્ગ પર તેમજ રિંગ રોડ પર છેલ્લા ઘણા સમયથી થયેલા ગેરકાયદે દબાણ દૂર કરવા માટે આજે પાલિકાએ ખાસ ઝુંબેશ હાથ ધર્યું છે. આ ઝુંબેશમાં 100 કરતા વધુ દબાણ તોડી પાડીને રસ્તાને ખુલ્લો કરવામા આવ્યો છે. જ્યારે બાજુ રોડના કિનારે નાના ઝુંપડા તેમજ કાચા મકાન બાંધીને રહેતા લોકો બે ઘર બનતા તેમની આંખમાંથી આશુ સરી પડ્યા છે.
હાલમાં 10થી 12 ફૂટનો આ રોડ થઈ ગયો હતો
ખેડા જિલ્લાના નડિયાદ શહેરમાં વિવિધ જગ્યાએ કાચા પાકા દબાણો નજરે પડે છે. પરંતુ એવી ઘણી જગ્યાઓ છે કે જ્યાં દબાણો હટાવવામા ન આવતાં ટ્રાફિકની સમસ્યા વિકટ બની ગઈ છે ખાસ કરીને વૈશાલી રોડ પર આગળ જતા લોયલા આઈટીઆઈથી લઈને ઝલક તરફ જવાના માર્ગ પર છેલ્લા દસ બાર વર્ષથી દબાણનો રાફડો ફાટ્યો હતો. પાલિકાના નકશા પર એ રોડ 60 ફૂટનો છે. પરંતુ હાલમાં 10થી 12 ફૂટનો આ રોડ થઈ ગયો હતો. લોકોએ રોડની કિનારા પર કાચા, પાકા ધર બાંધી દીધા હતા.
નગરપાલિકાએ દબાણ કરતાઓને સપ્તાહ અગાઉ નોટિસ પાઠવી હતી
આ રોડ 10થી 12 ફૂટનો થઈ જતા અવરજવર માટે લોકોને તકલીફ પડતી હતી. આ ઉપરાંત ઝલકથી રીંગરોડ પણ ધણા દબાણો જોવા મડતા હતા આ દબાણનો દૂર કરવા માટે નડિયાદ નગરપાલિકાએ દબાણ કરતાઓને સપ્તાહ અગાઉ નોટિસ પાઠવી પોતાના દબાણો દૂર કરવા જાણ કરી હતી. પરંતુ પાલિકાની નોટિસની અવગણના કરવામાં આવતાં અંતે આજે ગુરુવારના રોજ પાલિકાની દબણ વિભાગ બે જેસીબી મશીન સાથે પહોંચી ગયુ હતુ અને આવા દબાણોને તોડવા કામગીરી હાથ ધરી હતી.
જીસીબી તેમજ અન્ય સાધનો લઈને દબાણો તોડી પાડવામાં આવ્યા
નડિયાદ નગરપાલિકાના ચીફ ઓફિસરે આ દબાણકરતાં લોકો સામે પગલાં ભરવા માટે આજે અભિયાન હાથ ધર્યું હતું. સ્થાનિક પોલીસની મદદથી આજે સવારથી જ નગરપાલિકા જીસીબી તેમજ અન્ય સાધનો લઈને માથાના દુખાવા સમાન બની ગયેલા આ દબાણો દૂર કરવા માટે કામે લાગ્યું હતું. જેના કારણે ટોળેટોળા ભેગા થઈ ગયા હતા. જોકે મોટી સંખ્યામાં પોલીસ જવાનો હાજર હોય પાલિકાની કામગીરીને રોકવાની કોઈની હિંમત ચાલી ન હતી. પણ જેસીબી દબાણ ઉપર ફરી વળતાં દબાણ કરતાઓએ પોતાની સર સામગ્રી બચાવવા માટે ફટાફટ ત્યાંથી બધું ખસેડવા માંળ્યું હતું.
નડિયાદ નગરપાલિકા રાજકીય વગ ધરાવતા લોકોના દબાણો હટાવવામાં કોઈ જાતનું રસ લેતા નથી
નડિયાદ નગરપાલિકા દબાણ હટાવો ઝુંબેશમાં લાગી છે ત્યારે નડિયાદના અન્ય વિસ્તારના પણ દબાણો હટાવે જેના કારણે માથાના દુખાવા સમાન બની ગયેલા દબાણો દૂર થઈ શકે. પ્રજા એવું પણ કહે છે કે, નડિયાદ નગરપાલિકા રાજકીય વગ ધરાવતા લોકોના દબાણો હટાવવામાં કોઈ જાતનું રસ લેતી નથી આવા લોકોના દબાણો પણ દૂર થવા જોઈએ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.