• Gujarati News
  • Local
  • Gujarat
  • Kheda
  • Nadiad
  • MLAs Who Rushed To Welcome The Revenue Minister Stumbled; Seeing Kesarisingh, Minister Lalpila, Why Are You Coming If You Haven't Said Anything...

મહેસુલ મંત્રીના મોઢા પર નારાજગી દેખાઈ!:રાજેન્દ્ર ત્રિવેદીનું સ્વાગત કરવા દોડેલા ધારાસભ્ય ભોંઠા પડ્યા; કેસરીસિંહને જોઇ મંત્રી લાલપીળા, કીધું - નથી તો કેમ આવી જાવ છો?

નડિયાદ2 દિવસ પહેલા
  • કૉપી લિંક
માતરમાં બુકે લઇને સ્વાગત કરવા ગયેલા ધારાસભ્ય કેસરીસિંહને જોઇ મહેસૂલ મંત્રીના મોઢા પર નારાજગી જોવા મળી હતી. - Divya Bhaskar
માતરમાં બુકે લઇને સ્વાગત કરવા ગયેલા ધારાસભ્ય કેસરીસિંહને જોઇ મહેસૂલ મંત્રીના મોઢા પર નારાજગી જોવા મળી હતી.
  • હું દિલ્હી હોવાથી તમે કયાંથી આવ્યા તેમ પૂછયુ હતું - માતર ધારાસભ્ય

રાજ્યના મહેસુલ મંત્રી શનિવારે માતર મામલતદાર કચેરીની મુલાકાતે પહોંચ્યા હતા. જયાં આગતા સ્વાગતા કરવા સ્થાનિક ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી બુકે સાથે પહોંચી ગયા હતા. જેવા મંત્રી કાર માંથી ઉતર્યા કે કેસરીસિહ સોલંકીએ તેમનું બુકેથી સ્વાગત કર્યું હતું.

મહેસુલ મંત્રીની નારાજગી સ્પષ્ટ પણે દેખાઈ
જોકે કેસરીસિંહની હાજરી ન ગમી હોય તેમ રાજેન્દ્ર ત્રિવેદીએ તેમને સંભળાવી દીધું હતુ.. તમે ક્યાથી આવ્યા? કીધું નથી તોપણ કેમ આવી જાવ છો. મહત્વની વાત છેકે અગાઉ જૂગારકાંડમાં ઝડપાયા બાદ માતર ધારાસભ્યનું પક્ષમાં જોઈએ તેવું મહત્વ રહ્યું નથી. જેના કારણે કાર માંથી ઉતરતા જ તેમને જોઈ મહેસુલ મંત્રી નારાજ થયા હોય તેવું સ્પષ્ટ પણે દેખાયું હતુ.

સમગ્ર જિલ્લામાં વીડિયો વાયરલ થઈ ગયો
આ બેઈજતીનો વીડિયો થોડા જ સમયમાં સમગ્ર જિલ્લામાં વાયરલ થઈ ગયો હતો. જોકે સમગ્ર મામલે ખુલાસો કરતા ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીએ જણાવ્યું હતુ કે હુ ગઈકાલે દિલ્હી હતો, અને આજે સવારે આવવાનો હતો. જેથી કાર્યક્રમમાં હુ હાજર રહી શકું તેમ ન હતો, હુ રાત્રે જ ઘરે આવી ગયો હોઈ સવારે કાર્યક્રમમાં પહોંચતા તેઓએ પૂછ્યું કે તમે અહીંયા ક્યાંથી? તેઓએ અમારી બેઇજ્જતી કરી એવું કઈ નથી.

અન્ય સમાચારો પણ છે...