• Gujarati News
  • Local
  • Gujarat
  • Kheda
  • Nadiad
  • Memu And Passenger Trains Of Vadodara Division Which Have Been Stopped For The Last Two Years Due To Corona: Railway System's Decision To Run Pune

મુસાફરોને હાશકારો:કોરોનાના લીધે છેલ્લા બે વર્ષથી બંધ કરાયેલી વડોદરા ડિવિઝનની મેમુ અને પેસેન્જર ટ્રેનો પૂનઃ દોડાવવા રેલવે તંત્રનો નિર્ણય

નડિયાદ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મેમુ ટ્રેન વ્યવહાર ચાલુ થતાં ચરોતરમાંથી આવનજાવન કરતા મુસાફરોમાં આનંદની લાગણી

કોરોનાના લીધે છેલ્લા બે વર્ષથી બંધ કરાયેલી વડોદરા ડિવિઝનની મેમુ અને પેસેન્જર ટ્રેનો પૂનઃ દોડાવવા રેલવે તંત્રએ નિર્ણય લીધો છે. જેથી રોજિંદા અપડાઉન કરતા નોકરિયાત અને વિદ્યાર્થી વર્ગ સહિતના મુસાફરોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. કેન્દ્રીય સંચાર રાજયમંત્રી અને ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણ દ્વારા ટ્રેનો પૂન: શરૂ કરવા અંગે પેસેન્જરોની લાગણી અને માગણીને સરકારમાં ઉચ્ચ કક્ષાએ સતત રજૂઆત અને પ્રયત્નોને પગલે રેલવેતંત્રએ ટ્રેનો ફરી શરૂ કરવાનો નિર્ણય કર્યો છે.
મુસાફરોને પારાવાર મુશ્કેલી પડતી હતી
કોરોનાને લીધે રેલવે સત્તાવાળાઓએ પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝન દ્વારા દોડી રહેલી અનેક ટ્રેનો બંધ કરી હતી. લગભગ બે વર્ષના અંતરાલ બાદ કેટલીક લાંબા અંતરની ટ્રેનો પુનઃ શરૂ થઈ હતી. જેનો લાભ દૂરના સ્થળોએ આવાગમન કરતા મુસાફરોને મળતો હતો, પરંતુ ખેડા- આણંદ જિલ્લાના જંકસન સ્ટેશન ઉપરાંત અન્ય સ્ટેશન પરથી નોકરી અર્થે કે અભ્યાસ માટે અમદાવાદ થી વડોદરા સુધી રોજીંદુ અપ ડાઉન કરતા મુસાફરો માટે ઉપયોગી અને આશીર્વાદરૂપ બની રહે તેવી મેમુ અને પેસેન્જર ટ્રેનો રાબેતા મુજબ પુનઃ શરૂ કરાઇ નહોતી. જેથી આ ટ્રેનોનો લાભ લેતા મુસાફરોને પારાવાર મુશ્કેલી પડતી હતી.

ટ્રેન શરૂ કરવા અનેક વખત રજૂઆત કરાઈ
આ રોજિંદા મુસાફરોને નોકરીના સ્થળે જવા ખાનગી વાહનોને આશરે વધુ નાણાં અને સમયનો વ્યય કરી જવું પડતું હતું. આ મુસાફરો સહિત આમજનતાએ ખેડાના સંસદ સભ્ય અને કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રી દેવુસિંહ ચૌહાણને મેમુ અને પેસેન્જર ટ્રેન પુનઃ શરુ કરવા રજૂઆતો કરી હતી. સામાન્ય મુસાફરને આ ટ્રેનોને અભાવે પડતી મુશ્કેલીઓ અને રજુઆત બાબતે મંત્રી દેવુસિંહ ચૌહાણે કેન્દ્રીય રેલવે મંત્રાલય સહિત સંબંધિત અધિકારીઓને રજૂઆત સહિત સતત પ્રયત્નો કરતાં રેલવે સતાવાળાઓએ સાનુકૂળ પ્રતિસાદ આપી આ ટ્રેનો પુનઃ શરૂ કરવા નિર્ણય કર્યો છે. જેના પગલે આગામી સપ્તાહથી જ વડોદરા ડિવિઝનની મેમુ અને પેસેન્જર્સ ટ્રેનનો મુસાફરોને લાભ મળતો થઈ જશે, કેન્દ્રીય સંચાર રાજયમંત્રી અને ખેડા સાંસદ દેવુસિંહ ચૌહાણે મેમુ ટ્રેન અને પસેન્જર ટ્રેનોનો સુપેરે લાભ લેવા મુસાફરોને જણાવ્યું છે.
​​​​​​​વડોદરા ડિવિઝનની નીચે જણાવેલી મેમુ અને પેસેન્જર ટ્રેનો ફરી શરૂ
(1) 05મી ઓગસ્ટથી ટ્રેન નંબર 09311 (ઓરિજિનલ ટ્રેન 69101) વડોદરા જ. - અમદાવાદ જ, મેમુ અનરિઝર્વ્યુ જંક્શનથી સવારે 07:15 વાગ્યે ઉપડીને અમદાવાદ જ. 10:10 કલાકે પહોંચશે. રસ્તામાં આ ટ્રેન તમામ સ્ટેશનો પર ઉભી રહેશે.

સ્પેશિયલ વડોદરા

(2) 18મી ઓગસ્ટથી ટ્રેન નંબર 09318 (ઓરિજિનલ ટ્રેન 69104) આણંદ જ. - વડોદરા જ MEMU અનરિઝર્વ્ય સ્પેશિયલ આણંદ જે થી સવારે 04:20 વાગ્યે ઉપડીને વડોદરા જંક્વાન 05:45 કલાકે પહોંચશે. રસ્તામાં આ ટ્રેન તમામ સ્ટેશનો પર ઉભી રહેશે.

(3) 16મી ઓગસ્ટથી ટ્રેન નંબર 09327 (ઓરિજિનલ ટ્રેન 69107) વડોદરા જ. - અમદાવાદ જ, મેમુ અનરિઝર્વ્ય સ્પેશિયલ 20:20 કલાકે વડોદરા જ, થી ઉપડીને 00:05 કલાકે અમદાવાદ જ પહોંચશે. રસ્તામાં આ ટ્રેન તમામ સ્ટેશનો પર ઉભી રહેશે.

(4) 06 ઓગસ્ટથી ટ્રેન નંબર 09328(ઓરિજિનલ ટ્રેન 69108) અમદાવાદ જ. - વડોદરા જ. MEMU અનરિઝર્વ્ય સ્પેશિયલ 08:5 કલાકે અમદાવાદજ થી ઉપડીને 11:15 કલાકે વડોદરા પહોંચશે. રસ્તામાં આ ટ્રેન તમામ સ્ટેશનો પર ઉભી રહેશે.

(5) 17 ઓગસ્ટથી ટ્રેન નંબર 09274 (ઓરિજિનલ ટ્રેન 69116) અમદાવાદ જ. - આણંદ જ, MEMU અનરિઝર્વ્ય સ્પેશિયલ 23.45 કલાકે અમદાવાદજ. થી ઉપડીને 1:25 કલાકે આણંદ પહોંચશે આ ટ્રેન ફક્ત મણીનગર સ્ટેશન પર ઉભી રહેશે.

(6) 06 ઓગસ્ટથી ટ્રેન નંબર 09399 (ઓરિજિનલ ટ્રેન 59129) આણંદ જ. - અમદાવાદ જે MEMU અનરિઝર્વ્ય સ્પેશિયલ 5.55 કલાકે આણંદ જ. થી ઉપડીને 07:15 કલાકે અમદાવાદ જ. પહોંચશે.રસ્તામાં આ ટ્રેન તમામ સ્ટેશનો પર ઉભી રહેશે.

(7) 5 ઓગસ્ટથી ટ્રેન નંબર 09400(ઓરિજિનલ ટ્રેન 69130) અમદાવાદ જ આણંદ જ, MEMU અનરિઝર્લ્ડ સ્પેશિયલ 19:10 કલાકે અમદાવાદ જ.થી ઉપડીને 20:55 કલાકે આણંદ જ પહોંચશે.રસ્તામાં આ ટ્રેન તમામ સ્ટેશનો પર ઉભી રહેશે.

(8) 07 ઓગસ્ટથી ટ્રેન નંબર 09275 (ઓરિજિનલ ટ્રેન 69191) આણંદ જ.-ગાંધીનગર જ MEMU અનરિઝર્વ્ય સ્પેશિયલ 18:10 કલાકે આણંદ જ.થી ઉપડીને 21:00 કલાકે ગાંધીનગર જ..પહોંચશે.રસ્તામાં આ ટ્રેન નેનપુર સિવાય તમામ સ્ટેશનો પર ઉભી રહેશે.

(9) 18 ઓગસ્ટથી ટ્રેન નંબર 09276(ઓરિજિનલ ટ્રેન 69192) ગાંધીનગર ૪. - આણંદ જ.MEML અનરિઝર્સ્ડ સ્પેશિયલ 07:30 કલાકે ગાંધીનગર ાં થી ઉપડીને 10:55 કલાકે આણંદ જ પહોંચશે.રસ્તામાં આ ટ્રેન નેનપુર સિવાય તમામ સ્ટેશનો પર ઉભી રહેશે.

અન્ય સમાચારો પણ છે...