ખેડા જિલ્લાના મહેમદાવાદ ખાતે સ્યંમસિધ્ધા પ્રોજેક્ટનુ લોકાર્પણ પ્રસંગે પધારેલા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ શેત્રુંજય પર્વત વિવાદ મુદ્દે નિવેદન આપ્યું છે. જેમાં જણાવાયું છે કે, આજે SITના નામ જાહેર કરવામાં આવશે. જે આરોપીએ તોડફોડ કરી છે તે આરોપીઓને ધરપકડ કરી લેવામાં આવી છે. આગામી દિવસોમાં ત્યાં પોલીસ ચોકી અને પોલીસ સ્ટાફ મૂકવામાં પણ આવશે.ગુજરાતના કોઈ પણ ધાર્મિક સ્થળ પર તમામ જગ્યાઓ પર કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તેવા પ્રયાસો કરવામાં આવશે.જે માંગણીઓ આવી છે તેના પર તપાસ કરવામાં આવી છે.
ગુજરાત પોલીસ મક્કમ છે: હર્ષ સંઘવી ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કિશન ભરવાડ હત્યાને લઈને પણ મીડીયા સમક્ષ મોટું નિવેદન આપ્યું છે. કિશન ભરવાડના આરોપીને ઉદાહરણ રૂપ કડક કડકમાં સજા આપવામાં આવશે હજુ ગુજરાતમાં બે - ચાર કેસમાં હજુ પણ કડક વલણ અમલ કરી સજા આપવા ગુજરાત પોલીસ મક્કમ છે. ખેડાના ત્રાજ ખાતે જાહેરમાં થયેલું દીકરીની હત્યા મામલે પણ મંત્રીએ નિવેદન આપ્યું છે. દીકરીના પિતાને મે ફોન પર વાયદો કર્યો હતો કે એક ભાઈ તરીકે ન્યાય અપાવીશ.દીકરીની જાહેરમાં હત્યા કરનાર આરોપીને માત્ર 60 દિવસમાં અમારી ટીમે જન્મટીપની સજા અપાઈ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.