ચૂંટણી:નડિયાદ તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘની 22 મેએ ચૂંટણી

નડિયાદ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • છેલ્લી 3 ટર્મથી ઉમેદવારો બિનહરીફ થાય છે : 12 બેઠકો માટે ફક્ત 30 મતદારો

નડિયાદ તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘની 12 બેઠકોની મુદત પૂર્ણ થઈ ગઈ હોય, ચૂંટણી અધિકારી દ્વારા ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જાહેરનામા અનુસાર આગામી તા.22 મેના રોજ ચૂંટણી યોજાનાર છે, અને તેજ દિવસે બપોર બાદ મતગણતરી પણ યોજાશે.

પ્રાપ્ત વિગતો મુજબ નડિયાદ તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘની 12 બેઠકો માટે ઉમેદવારી ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે. તા.4 છી 10 મે સુધી ઉમેદવારી પત્રો રજૂ કરવાની તારીખ છે. જે માટે શુક્રવાર સુધી 14 ઉમેદવારી ફોર્મ ભરાયા હોવાનું ચૂંટણી અધિકારી પાસેથી જાણવા મળ્યું છે.

મહત્વની વાત છેકે 12 બેઠકો વાળી આ ચૂંટણીમાં ફક્ત 30 મતદારો છે, જેના કારણે સવારના સમયે મતદાન અને ત્યારબાદ મતગણતરી યોજાતી હોય છે. રોચક બાબત એ છેકે છેલ્લા 3 વર્ષથી તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ માટે ચૂંટણી થઈ જ નથી. 30 મતદારો દ્વારા સ્વેચ્છાએ ચેરમેન અને વા.ચેરમેનની વરણી કરવામાં આવે છે. જેથી સહકારની ભાવનાથી સહકારી સંસ્થાનો વહીવટ ચાલી રહ્યો છે.

ચૂંટણી માટેનો કાર્યક્રમ

  • 4 થી 10 મે સુધી ઉમેદવારી ફોર્મ રજૂ કરી શકાશે
  • 10 મે સાંજે 5 કલાકે ઉમેદવારી પત્રોની યાદી પ્રસિદ્ધ થશે
  • 12 મે 11 કલાક થી ઉમેદવારી પત્રોની ચકાસણી
  • 14 મે ઉમેદવારી પત્રો પાછા ખેંચવાની અંતિમ તારીખ
  • 22 મે 9 થી 3 સુધી જરૂરી હોય તો મતદાન
  • 22 મે 4 વાગ્યાથી મતગણતરી શરૂ થશે
અન્ય સમાચારો પણ છે...