ફરિયાદ:માતરના નાયબ મામલતદારને કાર ચાલકે ઓવર ટેક બાબતે માર મારતાં ફરિયાદ

નડિયાદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • અસલાલી પોલીસ મથકે ગુનો નોંધાવ્યો છે

માતરના નાયબ મામલતદારને ઓવરટેક કરવા મામલે અજાણ્યા કાર ચાલકે રોકી ગાળો બોલી જાનથી મારી નાંખવાની ધમકી આપતા સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. આ અંગે અસલાલી પોલીસમાં નોંધાયેલ ફરિયાદ મુજબ માતર મામલતદાર કચેરીમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા યશરાજ કવી તેમજ બે રેવન્યુ તલાટી કેયુરભાઈ પરમાર તેમજ કૌશિકભાઈ પટેલ માતરથી અમદાવાદ તેઓની વેગેનાર ગાડીમાં જતા હતા.

દરમિયાન નેશનલ હાઇવે આઠ પર સારસા પાસે કારના ચાલકે ઓવરટેક કરવા પ્રયાસ કરેલ, પરંતુ નાયબ મામલતદારની કાર આગળ ટ્રક જતી હોય તેઓએ પાછળની કારને સાઈડ આપી ન હતી. બાદમાં બારેજા બીડજ પાટિયા પાસે પ્રગતિ હોટલ આગળ ગાડી ઉભી રખાવી નાયબ મામલતદારની ફેટ પકડી બહાર કાઢી ‘તું મને સાઈડ કેમ નહોતો આપતો’ કહી કાર ચાલક અને તેના બે સાગરીતો એ મારમાર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...