માતરના રતનપુરમાં રહેતા એક શખ્સે હિન્દુ-મુસ્લિમ વચ્ચે વૈમનસ્ય પેદા થાય તથા હિંદુ ધર્મની લાગણી દુભાઈ તેવો વીડિયો ખોટી રીતે સ્ટેટસમાં મૂકતા મામલો વિવાદાસ્પદ બન્યો છે. આ મામલે માતર પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
માતર બ્રહ્મપોળ ખાતે રહેતા રાજેશકુમાર લક્ષ્મીરામ આચાર્યએ તેઓના મોબાઈલ નંબર પર VHP ગ્રુપમાં એક વીડિયો આવેલો હતો. જેમાં હિન્દુ ધર્મના ભગવાન હનુમાનજીનો વીડિયો લાગણી દુભાઈ તેવો હતો અને આ વીડિયો જોયા બાદ હિન્દુ અને મુસ્લિમ વચ્ચે તણાવ ઊભો થાય તેમજ વૈમનસ્ય પેદા થાય તેમ હતો.
તપાસ કરતા આ વીડિયો માતર તાલુકાના રતનપુર ગામે રહેતા મુનાવરશા અકબરશા દિવાને પોતાના સ્ટેટસમાં મૂકી હિન્દુ ધર્મની લાગણી દુભાવી હતી. આથી આ મામલે રાજેશકુમાર લક્ષ્મીરામ આચાર્યએ માતર પોલીસમા ફરિયાદ આપતાં પોલીસે મુનાવરશા અકબરશા દિવાન સામે આઈપીસી 153A, 295A, 505 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.