અંતે આરોપી ઝડપાયો:માતર પોલીસે 3 વર્ષથી ફરાર દુષ્કર્મના આરોપીને મોરબીથી ઉઠાવી લીધો

નડિયાદ24 દિવસ પહેલા
  • કૉપી લિંક

માતર પોલીસ મથકે 3 વર્ષ અગાઉ નોંધાયેલા દુષ્કર્મના ગુનાનો ભાગેડુ આરોપી અંતે પોલીસના સકંજામાં આવ્યો છે. હવસખોર શખ્સ અને ભોગ બનનારને મોરબી ખાતેથી ઝડપી લેવાયા છે અને આ બાદ માતર ખાતે લાવી વધુ પૂછપરછ હાથ ધરી છે.

મોરબીથી ઝડપાયો
ખેડા જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢીયાએ જિલ્લામાં વિવિધ ગુનાઓમા નાસતા ફરતા આરોપીઓને પકડવા એક ખાસ ડ્રાઇવનું આયોજન કર્યું છે. જે સંદર્ભે સ્થાનિક પોલીસ ઇન્સ્પેક્ટર કે.એચ.ચૌધરી તથા AHTUની ટીમ તપાસમાં હતી. આ દરમિયાન બાતમીના આધારે માતર પોલીસ મથકે વર્ષ 2019મા નોંધાયેલા આઈપીસી 363, 366, 376(2) એન તથા પોકસો એક્ટ મુજબના ગુનામા ભાગેડુ આરોપી મોરબીમાં છુપાયો હોવાનું જાણ થતા પોલીસે મોરબી ખાતે પહોંચી આ આરોપીને દબોચ્યો છે.

પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
પોલીસે અહીંયાથી ભોગ બનનારને પણ છોડાવી અને બંનેને માતર પોલીસ મથકે લાવ્યા છે. છેલ્લા ત્રણ વર્ષથી અપહરણ અને દુષ્કર્મના ગુનામાં ફરાર ફરતો આરોપીને પકડી પાડવામાં માતર પોલીસને તથા AHTUની ટીમને મોટી સફળતા મળી છે. સમગ્ર મામલે પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...