ઉમેદવારોની મિલકત:ખેડા જિલ્લામાં ઉમેદવારોએ દર્શાવેલા સોગંદનામામાં અનેક કરોડપતિ, જાણો કઈ બેઠકના ઉમેદવાર પાસે છે કેટલી સંપત્તિ

નડિયાદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરવાની તેમજ ચકાસણીની પ્રક્રિયા પૂર્ણ થઈ છે. ખેડા જિલ્લામાં વિધાનસભાની છ બેઠકો પર ઉભા રહેલા ભાજપા અને કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ સાથે રજૂ કરેલા સોગંદનામાં લાખો રૂપિયાની મિલકતો હોવાનો એકરાર કર્યો છે. દીનદયાળ ગ્રાહક ભંડાર ધરાવતા કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણ 85 લાખ ઉપરાંતની મિલકત ધરાવતાં હોવાની હકીકત ફોર્મ સાથે રજુ કરેલ સોગંદનામામાં બહાર આવી છે. ખેડા જિલ્લામાં વિધાનસભાની છ બેઠક પર ભાજપા, કોંગ્રેસ,આમ આદમી પાર્ટી તેમજ અપક્ષ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. આ ઉમેદવારોએ ઉમેદવારી પત્ર સાથે રજૂ કરેલ ફોર્મમાં કેટલી જમીન, સોનાચાંદીના દાગીના જેવી મિલકત ધરાવતા હોવાનું દર્શાવવામાં આવ્યું છે.

માતર બેઠકના ઉમેદવારોની મિલકત

માતર વિધાનસભા બેઠક પર ભાજપાના કલ્પેશભાઈ પરમાર ખેતી અને પશુપાલનનો વ્યવસાય ધરાવે છે. તેમની મિલકતમાં રૂ.80 હજાર રોકડ, રૂ.8 લાખના સોના ચાંદીના દાગીના મળી કુલ રૂ.1 કરોડ ઉપરાંતની મિલકત હોવાનું જણાવ્યું છે. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર સંજયભાઈ પટેલ વ્યવસાય કોન્ટ્રાક્ટર અને ખેતી,સિવિલ એન્જિનિયર રોકડ રૂપિયા 9 લાખ 80 હજાર સોના ચાંદી રૂ.34.65 લાખ મળી કુલ મિલકત રૂ.19 કરોડ દર્શાવવામાં આવી છે.

નડિયાદ બેઠકના ઉમેદવારોની મિલકત

નડિયાદ વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર પંકજ દેસાઈ બીએસસી,વ્યવસાય ખેતીવાડી, રોકડ રૂ.2.15 લાખ, સોના ચાંદીના દાગીના રૂ.74.5 લાખ, કુલ મિલકત રૂ.10.93 કરોડ, કોંગ્રેસના ઉમેદવાર ધ્રુવલ પટેલ એસએસસી પાસ, વ્યવસાય પોલ્ટ્રી ફાર્મ, રોકડ રૂ., 1.20 લાખ, સોના ચાંદી રૂ.8.5 લાખ મળી કુલ મિલકત રૂ.3.49 કરોડ ધરાવે છે.

ઠાસરા બેઠકના ઉમેદવારોની મિલકત

ઠાસરા વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર યોગેન્દ્રસિંહ પરમાર બી.એ., વેપાર ખેતી,રોકડ રૂ.6.3 લાખ, સોના ચાંદી રૂ.23લાખ, કુલ મિલકત રૂ.11 કરોડ, કોંગ્રેસના ઉમેદવાર કાંતિભાઈ પરમાર ધોરણ-9 પાસ, ખેતી વેપાર, રોકડ રૂ.13.99 લાખ, સોના ચાંદી રૂ.33.02 લાખ કુલ મિલકત રૂ.8.72 કરોડ છે.

કપડવંજ બેઠકના ઉમેદવારોની મિલકત

કપડવંજ વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર રાજેશભાઈ ઝાલા,ધોરણ-‌12 પાસ,ખેતી રોકડ રૂ.2.45 લાખ, સોના ચાંદી રૂ.27.5 લાખ કુલ મિલકત રૂ.1.13 કરોડ, કોંગ્રેસ -કાળાભાઈ ડાભી, ધોરણ આઠ પાસ, ખેતી, રોકડ રૂ.સવા ત્રણ લાખ, સોના ચાંદી રૂ.20.95 લાખ કુલ મિલકત રૂ.અઢી કરોડ દર્શાવવામાં આવી છે.

મહેમદાવાદ બેઠકના ઉમેદવારોની મિલકત

મહેમદાવાદ બેઠકના ભાજપાના ઉમેદવાર અર્જુનસિંહ ચૌહાણ, બી.કોમ. વ્યવસાય દિન દયાલ ગ્રાહક ભંડાર, રોકડ રૂ.1.45 લાખ, સોના ચાંદી રૂ.24.60 લાખ કુલ મિલકત રૂ.84.98 લાખ, કોંગ્રેસના ઉમેદવાર જુવાનસિંહ ચૌહાણ ખેતી ડીપ્લોમાં, વ્યવસાય ખેતી, રોકડ રૂ.1.10 લાખ, સોના ચાંદી રૂ.1.30 લાખ કુલ મિલકત રૂ.1.87 કરોડ

મહુધા બેઠકના ઉમેદવારોની મિલકત

મહુધા બેઠકના ભાજપાના ઉમેદવાર સંજય મહિડા વેપાર, રોકડ રૂ.સવા લાખ, સોના ચાંદી રૂ.22.57 લાખ કુલ મિલકત રૂ.4.60 કરોડ, કોંગ્રેસ ઇન્દ્રજીત પરમાર બી.એ ખેતી રોકડ રૂ.3.6 લાખ, સોના ચાંદી રૂ.8.25 લાખ કુલ મિલકત રૂ.86.9 લાખની મિલકતો ધરાવતાં હોવાનું સોગંદનામામાં જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...