નડિયાદ પોક્સો કોર્ટે સજા ફટકારી:માતરના ગરમાળાના સગીરાને ભગાડી દુષ્કર્મ આચરવાના કેસમા શખસને 20 વર્ષની કેદ

નડિયાદ18 દિવસ પહેલા
  • કૉપી લિંક

માતર તાલુકાના ગરમાળામાં રહેતા 22 વર્ષીય શખસે નડિયાદ તાલુકાની એક ગામે રહેતી એક સગીર યુવતીને પ્રેમ જાળમાં ફસાવીને ભગાડી ગયા બાદ તેની મરજી વિરુદ્ધ જાતીય અત્યાચાર ગુજાર્યો હતો. આ બનાવમાં નડિયાદ કોર્ટે સગીરા પર જાતીય અત્યાચાર ગુજારનાર શખસનેને 20 વર્ષની સખત કેદી સજા ફટકારી છે.

કિશોરીને લગ્ન કરવાની લાલચ આપી ભગાડી ગયો
માતર તાલુકાના ગરમાળા ગામે રહેતા 22 વર્ષિય શખસ વર્ષ 2019ના સમયમાં નડિયાદ તાલુકાના એક ગામે રહેતી સગીરાના સંપર્કમા આવ્યો હતો. આ બાદ આ કિશોરી તેના મનમાં વસી ગઈ હતી જેથી તેણીને પ્રેમ જાળમાં ફસાવી હતી. અને ગત 22મી ઓક્ટોબર 2019ના રોજ આ કિશોરીને લગ્ન કરવાની લાલચ આપી જારકર્મ કરવાના ઈરાદે મોટરસાયકલ પર ભગાડી ગયો હતો. આ બાદ તેણીને અલગ અલગ જગ્યાએ રાખી કિશોરી સાથે તેણીની મરજી વિરુધ્ધ દુષ્કર્મ કર્યું હતું.

વકીલે 25 દસ્તાવેજી પુરાવાઓ રજૂ કર્યા
આ બનાવ અંગે વસો પોલીસમાં ઈ.પી.કો.ક.363, 366, 370(2)(1)(આઈ)(એન) તથા પોકસો એકટની કલમ મુજબની ફરિયાદ નોધાઇ હતી. આ ફરિયાદના આધારે પોલીસે આરોપીની ધડપકડ કર્યા બાદ તપાસ કરી ચાર્જસીટ કોર્ટમાં રજૂ કરી હતી. આ કેસ નડિયાદના .સ્પે.જજ (પોકસો) પી.પી.પુરોહીતની કોર્ટમાં ચાલી જતા આજ રોજ સરકારી વકીલ ધવલ આર.બારોટ કુલ 23 સાહેદોના પુરાવા અને કુલ 25 દસ્તાવેજી પુરાવાઓ રજૂ કર્યા હતા. જેના આધારે ન્યાયાધીશે આરોપીને આ ગુનામા તકસીરવાન ઠેરવી આરોપીને 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. સાથે સાથે કુલ રૂપિયા 4 લાખ 6 હજારનો દંડ ફટકાર્યો છે. ઉપરાંત ભોગ બનનારને ચાર લાખ રૂપિયાનું વળતર ચૂકવી આપવા હુકમ કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...