દંપતી સંપર્ક વિહોણું:અમરનાથની યાત્રાએ ગયેલું મહુધાના અલીણાનુ દંપતી સંપર્ક વિહોણું, પરિવારજનો ચિંતામાં

નડિયાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બોરસદથી આ સંઘમાં ત્રણ બસો ગઇ ગઇ હતી‌
  • પરિવારજનોની ગતરોજ બપોરે વાત થઇ હતી

નડિયાદ સહિત સમગ્ર જિલ્લામાંથી આમ તો અમરનાથની યાત્રાએ અનેક શ્રદ્ધાળુઓ ગયા છે. યાત્રાધામ અમરનાથની ગુફા નજીક વાદળ ફાટયાની ઘટનાના પગલે હાહાકાર મચી ગયો છે. ખેડા જિલ્લાના મોટાભાગના લોકો સુરક્ષિત હોવાનુ જાણવા મળ્યુ છે. ત્યારે મહુધા તાલુકાના અલીણા ગામના બે વડીલો પણ આ કુદરતી પ્રકોપમાં ફસાયાનું જાણવા મળ્યું છે. છેલ્લા વીસ કલાકથી તેમના કોઇ સંપર્ક ન હોવાથી પરિવારમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે.

દંપતી આ ભુસ્ખલનમાં ફસાયા હોવાની માહિતી
જમ્મુ કાશ્મીરમાં છેલ્લાં કેટલાય દિવસોથી ભારે વરસાદ તારાજી સર્જી રહ્યો છે. ગતરોજ સાંજે સાડા પાંચ વાગ્યાના અરસામાં બાબા અમરનાથની ગુફા નજીક આભ ફાટતા વિનાશકારી પૂર આવતા અગણિત લોકોના મોત નિપજ્યા છે. જ્યારે મોટી સંખ્યામાં યાત્રાળુઓ સપર્ક વિહોણા બન્યાં છે. ત્યારે મહુધા તાલુકાના અલીણા ગામે રહેતા 65 વર્ષિય હર્ષદભાઇ અને તેમના પત્ની પ્રેમીલાબેન પણ આ ભુસ્ખલનમાં ફસાયા હોવાની માહિતી મળી રહી છે. આ બંને વડીલ દંપતી ગત્ 28જૂનના રોજ બોરસદથી કોઇ યાત્રાસંઘમાં અમરનાથની યાત્રાએ નીકળ્યા હતા. બોરસદથી આ સંઘમાં ત્રણ બસો ગઇ ગઇ હતી. જો કે ગત્ રોજ બપોરે છેલ્લે તેમની સાથે વાત થઇ હતી. ત્યારબાદ આ ઘટના પછી તેમનો કોઇ સંપર્ક ન હોવાનું તેમના કુટુંબીજનો જણાવી રહ્યા છે.

એજન્સીઓ દ્વારા અમરનાથની ગુફા નજીક રેસ્ક્યુઓપરેશનો ચાલી રહ્યા છે
પરિવારજનોના જણાવ્યા મુજબ આર્મી સાથે સતત સંપર્ક ચાલુ છે, પરંતુ તેમની કોઇ માહિતી હજુ સુધી મળી નથી. હાલ વિવિધ એજન્સીઓ દ્વારા અમરનાથની ગુફા નજીક રેસ્ક્યુઓપરેશનો ચાલી રહ્યા છે. ત્યારે સ્વજનો હેમખેમ મળી જાય અને ઘરે પરત આવી જાય તેવી ખેવના પરિવારજનો વ્યક્ત કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...