મહેમદાવાદના કેશરા ભાથીજી ફળીયામાં રહેતા રમેશભાઇ તળપદા પરિવાર સાથે રહે છે. તા.5 જૂનના રોજ તેમની બંને દિકરીઓ બળીયાદેવ મંદિરે દિવો કરવા જતા તેની પાછળ આવેલા બે વ્યક્તિઓને પૂછતા દિપક કહેલ કે મારે પત્ની રાખવાની નથી, તારી બહેન સાથે બોલવુ છુ, જેથી બંને દિકરીઓએ ઘરે જઈ સમગ્ર બનાવની વાત પિતાજીને કહેતા બંનેના માતા-પિતાને ઘરે બોલાવી ઠપકો આપ્યો હતો.
વળી દિપક એક્ટિવા લઈને પસાર થતા દીકરીના પિતાએ કહેલ કે તારે અમારા રસ્તાથી નિકળવુ નહી તેમ કહેતા મામલો બિચકતા બાબુભાઇ, મંગળભાઇ, વિષ્ણુભાઈ અને અરૂણભાઇ હાથમાં લાકડી અને ધારીયા લઇ આવી ગમે તેમ ગાળો બોલી રમેશભાઈને બાબુભાઇએ માથામાં લાકડી મારી હતી. જેથી પરિવારજનો ઝઘડામાં વચ્ચે પડતા તેમને ગડદાપાટુનો મારમાર્યો હતો. આ બનાવ અંગે મહેમદાવાદ પોલીસે સામ-સામીગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.