નડિયાદ:મહેમદાવાદ-ખેડા રોડ આજથી રેલવે બ્રિજ સમારકામ અર્થે બંધ, 25 મે સુધી બપોરે 12થી સાંજના 6 સુધી વાહન વ્યવહાર નહીં

નડિયાદ14 દિવસ પહેલા
  • કૉપી લિંક

મહેમદાવાદથી ખેડા રોડ ઉપર અમદાવાદ-વડોદરા રેલ્વે લાઈન પર આવેલ ઓવર બ્રિજનું સમારકામ કરવાનું હોવાથી આ રોડ ઉપરનો ટ્રાફીક 25 દિવસ માટે રોજ 4 કલાક આ રોડ ઉપરનો ટ્રાફિક બંધ કરાશે. તા.25 મે સુધી બપોરે 12 થી સાંજના 6 વાગ્યા સુધી વાહન વ્યવહાર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

ખેડા થી વિઠ્ઠલપુરા થઈ મહેમદાવાદ તરફ તથા મહેમદાવાદથી ખેડા રોડ રેલ્વે ઓવરબ્રિજ થઈ ખેડા તરફ આવતો તમામ વાહન વ્યવહાર પસાર થવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. તથા ખેડા શહેર તથા ખેડા કેમ્પ પાટીયાથી વિઠ્ઠલપુરા થઈ મહેમદાવાદ તરફ, મહેમદાવાદથી ખેડા રોડ રેલ્વે ઓવરબ્રિજ થઈ ખેડા તરફ, ખેડા શહેર, ખેડા કેમ્પ પાટીયાથી વિઠ્ઠલપુરા થઈ મહેમદાવાદ તરફ આવતો તમામ વાહન વ્યવહાર- ખેડા શહેર થી ખેડા કેમ્પ, ખુમરવાડ, વરસોલા ચોકડીથી થઈ આગળ તરફ જઈ શકશે.

અન્ય સમાચારો પણ છે...