ખેડા જિલ્લામાં સાયબર ક્રાઇમના ગુનાઓ દિવસેને દિવસે વધી રહ્યા છે. ત્યારે પોલીસ એક્શન મોડમાં આવી સાયબર ક્રાઇમ અંગેના કાર્યક્રમો કરી રહી છે. ત્યારે નડિયાદની દિનશા પટેલ નર્સિંગ કોલેજ ખાતે સાયબર ક્રાઇમ વિભાગ દ્વારા સાયબર ક્રાઇમથી થતા ગુનાઓ વિશે અને તેમાંથી કઈ રીતે બચી શકાય, કઈ રીતે દૂર રહી શકાય તે અંગે ઊંડાણ પૂર્વક સમજૂતી આપતા સેમિનાર યોજાયો હતો.
નડિયાદ સ્થિત આવેલ દિનશા પટેલ કોલેજ ઓફ નર્સિંગ અને જેસીઆઈ નડિયાદના સંયુક્ત ઉપક્રમે સાયબર ક્રાઇમ એક્ટિવિટી અને સોલ્યુશન પર્સ અવરનેસ સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં મુખ્ય વક્તા તરીકે સાયબર ક્રાઇમ વિભાગ નડિયાદના PSI કુલદીપ બારોટ તેમજ સંદીપ પાટીલ તથા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
જેમાં સાયબર ક્રાઇમની ટીમ દ્વારા હાજર 400 થી વધુ વિદ્યાર્થીઓને સાયબર ક્રાઇમ બનાવ બને તુરંત જ રાજ્ય સરકારની 1930 ટોલ ફ્રી નંબર પર જાણ કરવા ભારપૂર્વક જણાવ્યું હતું. ઉપરાંત સાયબર ક્રાઇમ મોટા ભાગે લાલચ, ડર અને આળસથી થતો હોય છે.
કાર્યક્રમમાં પીપીટી દ્વારા આવા ગુનાઓથી કઈ રીતે બચી શકાય તે અંગે યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. મોબાઈલ ગુમ થાય તો તમામ એકાઉન્ટના પાસવર્ડ બદલી નાખવા. તથા કોઈપણ જાતનું ફ્રોડ થયે તુરંત 1930 નંબર ડાયલ કરી સાયબર ક્રાઇમને જાણ કરવા સાયબર એક્સપોર્ટ પીએસઆઇ કુલદીપ બારોટ અને સંદીપ પાટીલે વિદ્યાર્થીઓને જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં મહાગુજરાત મેડિકલ સોસાયટીના સેક્રેટરી અનુપ દેસાઈ, ડાયરેક્ટર ડો ભાવિક શેલત, પ્રો. વિરેન્દ્ર જૈન તેમજ જેસીઆઇમાંથી પ્રમુખ કૌશલ મહેશ્વરી, વિરલ શાહ, રિતેશ મોદી અને અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.