ઉત્તરાયણ પર્વને આડે હવે થોડા દિવસો બાકી છે. ત્યારે કપડવંજ શહેરમાં ટ્રાફિક અને રાહદારીઓને અડચણરૂપ લારી, ફેરિયાઓ સામે કાર્યવાહી કરાતા લોકોમાં રોષ જોવા મળ્યો છે. આવા તહેવારો ટાણે બે પૈસા કમાવી પોતાનું જીવન ગુજરાન કરતા આ રેકડી ચાલકો તેમજ ફુટપાથ ફેરીયાઓ સામે પોલીસની લાલ આંખથી આવા નાના ધંધા કરતાં વેપારીઓમા રોષ જોવા મળ્યો છે.
આઈપીસી 283 મુજબ ગુનો નોધાયો
કપડવંજ ટાઉન પોલીસે ગતરોજ એક જ દિવસમાં 8 જેટલા લોકો સામે કાયદાકીય પગલા ભર્યા છે. જેમાં શહેરના નેશનલ પ્લાઝાની સામે, રત્નાકર માતા રોડ પર ટાઉનહોલ પાસે, દાણા ચોકડીથી નવા બસ સ્ટેન્ડ તરફ, નદી દરવાજાથી પીડબલ્યુડીની ઓફિસ તરફ અને ત્રિવેણી પાર્ક ચોકડી પર આવા જાહેરમાં આવતા જતા રાહદારીઓને ભય અડચણરૂપ તેમજ ટ્રાફિકને અડચણ થાય તે રીતે પોતાની લારી તેમજ ફૂટપાથ પર બેસી જતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. જેમાં મહંમદએજાજ રફીકભાઈ ચૌહાણ, ઈમ્તિયાઝ ફારૂકખાન પઠાણ, કલ્પેશ અનિલભાઈ જયસ્વાલ, કાળીદાસ શનાભાઇ નાયક, મહંમદસાહિદ બાબુભાઈ શેખ, મુસ્તાક અબ્દુલસતાર શેખ અને પંકજ હરનારાયણ કુશવાહનો સમાવેશ થાય છે. આ તમામ સામે જીપીએ એક્ટ હેઠળ આઈપીસી 283 મુજબ ગુનો નોધી કપડવંજ ટાઉન પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.