નાઈટ પેટ્રોલિંગ પર ઉઠ્યાં સવાલ:લો બોલો, પોલીસ કર્મી પેટ્રોલિંગમાં નિકળ્યાં, ઘર પાસે પાર્ક કરેલ સરકારી બાઇકની ચોરી

નડિયાદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કપડવંજ ટાઉન પોલીસ મથકની નાઈટ પેટ્રોલિંગ પર ઉઠ્યાં સવાલ

કપડવંજ શહેરમાંથી પોલીસ કર્મચારીની સરકારી બાઇકની ચોરી થઇ હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.વરસાદ ચાલુ થતા સરકારી બાઇક ઘર પાસે પાર્ક કરી ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં નીકળ્યા હતા. બીજા દિવસે સવારે પરત આવતા પાર્ક કરેલા સ્થળે બાઇક જોવા મળ્યું ન હતું.

કપડવંજ રૂરલ પોલીસ મથકમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ વનરાજસિંહ શંકરસિંહ ચાવડા શહેરની ગોકુલધામ સોસાયટીમાં રહે છે. તા.5 સપ્ટેમ્બર રાત્રિના 11 કલાકે સરકારી મોટરસાયકલ લઈ પેટ્રોલિંગમાં જવા નીકળેલા હતા. તે દરમિયાન સ્વામિનારાયણ મંદિર નજીક વરસાદ વરસતા વનરાજસિંહ પોતાના રહેણાંક મકાન ગોકુલધામ સોસાયટીમાં સરકારી બાઇક પાર્ક કરી ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં નીકળ્યા હતા. બીજા દિવસે વહેલી સવારે તેઓ ઘરે પરત ફર્યા હતા.

તે સમયે તેઓના ઘર પાસે પાર્ક કરેલ સરકારી બાઈક જોવા મળ્યું ન હતું. પોલીસ કર્મચારી વનરાજસિંહ ચાવડાની ફરિયાદ આધારે કપડવંજ ટાઉન પોલીસે અજાણ્યા ચોર ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. જ્યારે પોલીસે સરકારી બાઇકને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસ કર્મચારીએ નોંધાવેલી ફરિયાદમાં વરસાદ વરસતા બાઇક ઘર પાસે પાર્ક કર્યું હતું. જ્યારે જિલ્લા ડિઝાસ્ટર વિભાગ દ્વારા તા 31 ઓગસ્ટ બાદ વરસાદ વરસ્યો ન હોવાનુ જણાવ્યુ છે. આમ ફરિયાદમાં જણાવેલ કારણ કેટલું યોગ્ય ?

અન્ય સમાચારો પણ છે...