જિલ્લા ક્રાઇમ બ્રાન્ચની ટીમે સોમવાર રાતના 3:15 વાગ્યાના અરસામાં માતરના જાડા સીમ વિસ્તારમાં દારૂ કટીંગ થાય તે અગાઉ દરોડો પાડ્યો હતો.આ સમગ્ર બનાવમાં એક ઇસમને પોલીસે ઝડપી પાડયો હતો જ્યારે સ્થળ પરથી પાંચ ઇસમો રાતના અંધારાનો લાભ લઈ ફરાર થઇ ગયા હતા.
આ સમગ્ર બનાવ માં પોલીસ ટીમે રૂા. 3.78 લાખનો વિદેશી દારૂ જપ્ત કરી આઠ ઈસમો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. જિલ્લા ક્રાઇમ બ્રાન્ચની ટીમે માતરના જાડા સીમ વિસ્તારમાં દારૂના કટીંગ સ્થળે દરોડો પાડ્યો હતો.પોલીસ ટીમે બાતમી આધારિત ટર્બો મોડીફાઇડ કરી બોર બનાવવાની રીંગ જેવું ડીઝલ મશીન અને પ્લાસ્ટિકની પાઇપો રાખી ટર્બો અંદર બનાવેલા ગુપ્ત ખાનામાંથી વિદેશી દારૂ મળી
હેરાફેરી કરવા ખોટી નંબર પ્લેટ ફીટ કરી હતી
મોડીફાઇડ ગાડી અનીલે તેના મિત્ર પાસેથી ગીરો થી લીધી હતી. ગાડીની ઓરીજનલ રજીસ્ટ્રેશન નંબર પ્લેટ કાઢી વિદેશી દારૂની હેરાફેરીમાં ઉપયોગ કરવાનો હોવાથી રાજકોટ પાર્સિંગની ખોટી નંબર પ્લેટ લગાવી માતર સુધી પહોંચ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.