દારૂની હેરાફેરી:દવાની આડમાં દારૂની હેરાફેરી 4.67 લાખના દારૂ સાથે 2 ઝબ્બે

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એકસપ્રેસ વે પર નડિયાદ પાસે અમદાવાદથી વડોદરા જતું કન્ટેઇનર આતર્યું
  • ખેપિયાઅે પોલીસને 1 કિમી દોડાવી અંતે પકડાયો, 2 લાખનો દારૂ જપ્ત

નડિયાદ સીમમાંથી પસાર અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે રોડ પર નડિયાદ પાસેથી પસાર કન્ટેનરમાંથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. જિલ્લા ક્રાઇમ બ્રાન્ચની ટીમે શુક્રવાર રાતના 12:15 વાગ્યાના અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર પસાર થતા કન્ટેનરમાંથી વિદેશી દારૂ ઝડપ્યો હતો.

પોલીસ ટીમે કન્ટેનરની તલાસી લેતા મેડીકલ દવાના બોક્સ જણાયા હતા જેને આઘાપાછા કરતા તેની પાછળ વિદેશી દારૂની પેટીઓ મળી આવી હતી.પોલીસ ટીમે વિદેશી દારૂની બોટલ નં-1668 રૂ 4,67,428 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

આ બનાવમાં પકડાયેલા કન્ટેનરનો ચાલક રાકેશ રામનિવાસ જાટ રહે, બાજવા તા.ઉદયપૂર જિ ઝુંનઝુંન રાજસ્થાન અને ક્લિનર નિરંજનસિંહ નિર્ભયસિંગ સીસોદીયા રહે,ભંવરાસીયાની પૂછપરછ કરતા બીજુસર ગામના મુલચંદ ચંગીરામ જાટે ભરાવ્યો હતો અને ગોપાલ ડાંગીના કહેવાથી બરોડા પહોચાડવાનો હોવાનુ જણાવ્યુ હતુ.આ સમગ્ર બનાવ અંગે નડિયાદ ટાઉન પોલીસે ચાર ઈસમો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.

અન્ય સમાચારો પણ છે...