ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:માતરમાં ‘લેન્ડ જેહાદ’ કૌભાંડ - 400 કરોડની 2 હજાર વીઘા જમીન પર બોગસ ખેડૂતો બની ‘કબજો કરી લીધો’

નડિયાદ4 દિવસ પહેલા
  • કૉપી લિંક
રાજેન્દ્ર ત્રિવેદી, મહેસૂલ મંત્રી, ગુજરાત સરકાર - Divya Bhaskar
રાજેન્દ્ર ત્રિવેદી, મહેસૂલ મંત્રી, ગુજરાત સરકાર
  • છેલ્લા 2 મહિનાથી જમીન લે-વેચના 1730 કેસોની ચકાસણી કરતા 2012થી ચોક્કસ કોમ દ્વારા ચાલતું સુવ્યવસ્થિત ષડયંત્ર ઝડપાયું
  • તમામ જમીનો ગઈ, રૂપિયા ગયા, બોગસ ખેડૂત ખાતેદારો જેલમાં જવાની તૈયારી રાખે : મંત્રી
  • 628 બનાવટી ખેડૂતો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવતા 500 ખેડૂત ખાતેદારોને નોટિસો
  • 250 ખેડૂત વિરુદ્ધ ગણોતધારાની કલમ 84 સી હેઠળ કાર્યવાહી કરી જમીન શ્રી સરકાર કરવા કાર્યવાહી
  • જમીન ખરીદવાના રૂપિયા ક્યાંથી આવ્યા, કોણે આપ્યા, કોણ લાવ્યું તેની કરશે, ED અને પોલીસને તપાસ કરશે: સરકાર
  • મંદિરની જમીન નામે કરવા માટે વારસાઈમાંથી પ્રાણનાથ મહાદેવનું નામ કમી કરી દેવાયું

ખેડા જિલ્લાના માતર તાલુકામાં રૂ. 400 કરોડની 2 હજાર વીઘા જમીન 500થી વધુ બોગસ ખેડૂત ખાતેદારોએ ખરીદી હોવાનો રાજ્ય સરકારની તપાસમાં ઘટસ્ફોટ થયો છે. છેલ્લા 2 મહિનાથી થયેલી ફરિયાદોને પગલે 2012થી થયેલી લે-વેચની તપાસ કરતા 628 જમીન લે-વેચના કેસ શંકાસ્પદ જણાયા છે. જેમાં 500થી વધુ લોકોને પુરાવા રજૂ કરવા નોટિસ અપાઇ છે. મહેસૂલ મંત્રીએ 260 જેટલા કેસમાં કાયદેસર કાર્યવાહી કરવા સાથે જમીન સરકાર હસ્તક લેવાની તજવીજ હાથ ધરી હોવાનું જણાવ્યું હતું. હિન્દુ ખાતેદારોના પેઢીનામામાં વિધર્મીના નામ ઘૂસાડી દેવાતા આખો મામલો લેન્ડ જેહાદનો હોવાનો આક્ષેપ મંત્રીએ કર્યો હતો. હવે સરકાર 2012 અગાઉના કેસો પણ તપાસી રહી છે.

અચાનક મહેસૂલ મંત્રી મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા
અચાનક મહેસૂલ મંત્રી મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા

દિવ્ય ભાસ્કર દ્વારા ગત તા.24 મેના રોજ અહેવાલ પ્રસારિત કરી માતર તાલુકામાં બોગસ ખેડૂત ખાતેદારોનું કૌભાંડ બહાર આવશે તેવી શક્યતાઓ દર્શાવી હતી. તે સમયે 200થી વધુ પોટલાં ભરીને દસ્તાવેજો માતરથી ગાંધીનગર લઈ જવામાં આવ્યા હતા. જેની તપાસના અંતે 2000 વીઘા જમીનો ચોક્કસ કોમના બોગસ ખેડૂત ખાતેદારો દ્વારા ભળતા નામનો સહારો લઈ ખરીદ-વેચાણ કરવામાં આવી હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે.

રાજેન્દ્ર ત્રિવેદીએ અધિકારીઓ સાથે બેસી તપાસ હાથ ધરી હતી
રાજેન્દ્ર ત્રિવેદીએ અધિકારીઓ સાથે બેસી તપાસ હાથ ધરી હતી

ખુદ મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ માતર મામલતદાર કચેરી પર પહોંચી સમગ્ર કૌભાંડ બાબતે મીડિયાને માહિતી આપી હતી. તપાસના અંતે કોઇ પણ જવાબદાર ચમરબંધીને બક્ષવામાં નહીં આવે તેવી ચીમકી ઉચ્ચારી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે કુલ 1,730 કેસોની ચકાસણી કરવામાં આવી હતી. જેમાં રૂ.400 કરોડની કિંમતની 2 હજાર વીઘા જમીનો બોગસ ખેડૂત ખાતેદારો દ્વારા ભળતા નામનો સહારો લઈ ખરીદ-વેચાણ કરવામાં આવી છે.

તપાસ દરમિયાન 628 બનાવટી ખેડૂતો હોવાનું બહાર આવતા 500થી વધુ ખેડૂત ખાતેદારોને દસ્તાવેજો સાથે માતર મામલતદાર કચેરીમાં હાજર થવા નોટિસો આપવામાં આવી હોવાનું જણાવ્યું હતું. ચોક્કસ સમુદાયના લોકો દ્વારા સામૂહિક રીતે આ જ વિસ્તારમાં શા માટે જમીનો ખરીદવામાં આવે છે? તેવી આશંકા પણ મંત્રી દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી. હવે જ્યારે કૌભાંડ પકડાયું છે ત્યારે આ તમામ જમીનો ગઈ, રૂપિયા ગયા, બોગસ ખેડૂત ખાતેદારો જેલમાં જવાની તૈયારી રાખજો, પોલીસ તમારા ઘરે ટકોરા દેવાની તૈયારીમાં છે, તેવા કડક શબ્દો મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી દ્વારા ઉચ્ચારવામાં આવ્યા હતા. તેઓએ ચીમકી ઉચ્ચારી હતી કે આ રૂપિયા ક્યાંથી આવ્યા, કોણે આપ્યા, કોણ લાવ્યું તેની તપાસ થશે જે માટે ED અને પોલીસ તંત્રને કાર્યવાહી સોંપાશે.

આ કિસ્સા પરથી કૌભાંડનો પર્દાફાશ
કિસ્સો : 1 - કમાલ નામમાંથી કમાલવાલા અટક કરી પેઢીનામું બનાવ્યું
અમદાવાદના કમાલભાઈ નામના એક ઇસમે નામમાં ફેરફાર કરી કમાલવાલા અટક કરી નાખી, દરિયાપુર-ગાજીપુરના તલાટી પાસે વારસાઈમાં નામો ઉમેરાવી પેઢીનામું તૈયાર કરાવ્યું, વારસદારોના રૂબરૂ જવાબો તલાટી કમ મંત્રી બહેરામપુરા પાસે કરાવ્યા, અને પછી કમાલના નામની કમાલવાલા અટક કરી જમીનો ખરીદી છે.

કિસ્સો : 2 - જમીન વેચવા ભગવાનનું નામ કમી કરી નાખ્યું
વણસરના પ્રાણનાથ મહાદેવના નામે ચાલતી જમીનમાં કલેક્ટર, ખેડા દ્વારા વહીવટકર્તાની વારસાઈનો તા. 15-4-13 ના રોજ હુકમ કર્યો હતો. જે હુકમને પરવાનગી ગણીને વહીવટકર્તાએ જમીન વેચાણ કરવામાં પ્રાણનાથ મહાદેવનું નામ કમી કરી દીધું હતું.

કિસ્સો : 3 - હિન્દુ ખાતેદારે મુસ્લિમને વિલથી જમીન આપી દીધી
સાણંદ તાલુકાની હિન્દુ ખાતેદારની જમીનમાં વિલ દ્વારા મુસ્લિમ વ્યક્તિનું નામ દાખલ કરાવી માતરમાં જમીનની ખરીદી કરી લેવામાં આવી.

કિસ્સો : 4 - માતાના બદલે પુત્રનું નામ દાખલ કરી સાયલામાં જમીન લેવાઈ
મહેમદાવાદ તાલુકાના રૂદણમાં અમીનાબીબીના નામે જમીન હતી, તેમનું નામ બદલીને મદીનાબીબી કરી દેવામાં આવ્યું. બંને અલગ મહિલાઓ છે તેવો કારસો રચી તેમાં પુત્ર ગુલામનબીનું નામ દાખલ કરાયું. તેના આધારે સાયલામાં જમીન ખરીદવામાં આવી છે. હકીકતમાં અમીનાબીબી અને મદીનાબીબી બંને એક વ્યક્તિઓ છે. પરંતુ ભળતા નામનો ઉપયોગ કરી સમગ્ર કૌભાંડ આચરવામાં આવ્યું છે. પિતા કે જે બિનખેડૂત હતા તેમના નામે પણ ઇન્દ્રવરણામાં જમીન ખરીદવામાં આવી હતી.

કિસ્સો : 5 - એક જ વ્યક્તિના 44 વંશજ, પુત્રની ઉંમર 51 વર્ષ જ્યારે માતાની ઉંમર 49 વર્ષ દર્શાવવામાં આવી
માતરમાં બે ખાતાની જમીન મૂળ 3 વ્યક્તિના નામે હતી, જેમાં 2006માં વારસાઈ થતાં 44 વારસદારોના નામ દાખલ કરવામાં આવ્યાં હતાં. 2006ની આ વારસાઈમાં માતાની ઉંમર 49 વર્ષ જ્યારે પુત્રની ઉંમર 51 વર્ષ દર્શાવવામાં આવી હોવાની ચોંકાવનારી બાબતો સામે આવી છે. આવા પેઢીનામા, બનાવટી વારસાઈ હુકમ ઊભા કરવામાં આવ્યા છે.

રાજ્યના અધિકારીઓને ચેતવણી, મદદગારીમાં તમારે જેલમાં ન જવું પડે તેની કાળજી રાખજો
કૌભાંડ બાબતે મીડિયા સમક્ષ વિગતો આપતા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું કે કેટલાક કિસ્સાઓમાં સ્પષ્ટપણે તંત્ર અને અધિકારીઓની બેદરકારી, ઇરાદાપૂર્વકની કામગીરી સામે આવી છે. જેથી આ પ્રકારના કિસ્સામાં મદદગારી બાબતે તમારે જેલમાં ન જવું પડે તેની કાળજી રાખજો.

2006માં ફરજ બજાવતા અધિકારીના કાર્યકાળમાં 200 બોગસ ખેડૂત ખાતેદારના દસ્તાવેજો બન્યા
2006માં માતરમાં ફરજ બજાવતા અધિકારીના કાર્યકાળમાં 200 જેટલા બોગસ ખેડૂત ખાતેદારોના દસ્તાવેજો બન્યા હતા. આ અધિકારી હાલ નિવૃત્ત છે. તેમની સામે કાર્યવાહી કરાશે. તેઓ કબરમાં જાય તે પહેલાં જેલ મોકલાશે એમ મંત્રીએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...