મંત્રીને અરજી કરાઇ:ગરનાળા પુરાતાં ઘૂંટણ સમા પાણી ખૂંદી ભૂલકાઓ સ્કૂલે જવા મજબૂર

નડિયાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સરવાણીમાં મહી કેનાલ પર પુરાઇ ગયેલ ગરનાળાને ફરી બનાવવા માટે કેબિનેટ મંત્રીને અરજી કરાઇ

મહેમદાવાદના સરસવણીના સીમ વિસ્તારના રઇજીપુરા પાસે થી મહી કેનાલ પસાર થાય છે. જ્યાં લોકોના અવરજવર માટે ગરનાળુ બનાવવામાં આવ્યું હતું. પરંતુ તે ગરનાળુ પાણીના પ્રવાહને કારણે પુરાઇ જવાથી લોકોને પસાર થવામાં મુશ્કેલી પડતી હોવાને કારણે વિસ્તારના જાગૃત નાગરિક દ્વારા મહેમદાવાદના ધારાસભ્ય અને રાજ્યના કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણને અરજી કરી સમસ્યાનો વહેલીતકે ઉકેલ લાવવા માંગ કરી હતી.

રઇજીપુરા પાસેથી પસાર થતી મહી કેનાલની પાણીના પ્રવાહના નિકાલ માટે 50 મીટર જેટલા અંતરમાં કેનાલને અંડર ગ્રાઉન્ડ બનાવવામાં આવી હતી. જેને લોકો સરળતાથી અવરજવર કરી શકે તેના માટે ગરનાળુ બનાવવામાં આવ્યું હતું. બે વર્ષ અગાઉ સિંચાઇ વિભાગ દ્વારા કેનાલની મરામત કરવામાં આવી હતી. ત્યારે ગરનાળુ પુરાઈ જવા પામ્યું હતું.

સિંચાઇ વિભાગ દ્વારા ગરનાળુ પૂરી આપવાનુ કહેવામાં પણ આવ્યું હતું. પરંતુ બે વર્ષ થયા હોવા છતા તંત્ર દ્વારા કોઇ પ્રકારની કામગીરી કરવામાં ન આવતા રહિશોને ગરનાળુ પસાર કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. જેને કારણે બાળકોને પણ શાળાએ જવામાં તકલીફ ઉભી થઇ હતી.

અન્ય સમાચારો પણ છે...