નડિયાદ સહિત સમગ્ર ચરોતર પંથકમાં મકરસંક્રાંતિ પર્વની શનીવારના રોજ ઉજવણી થઇ રહી છે. આજે પતંગ રસિયાઓ ગેલમાં આવી ગયા છે. પવન સાનુકૂળ રહેતા પતંગ રસીકો સવારથી જ ધાબા પર પહોંચી પતંગો ચગાવવાની મોજ માણી રહ્યા છે. જોકે પવન ગતિ વધુ હોવાને કારણે પતંગ હાથમાં ન રહેતી હોવાનું પતંગ રસીકો જણવી રહ્યા છે.બાળકો, મોટેરાઓ વડિલ, વૃધ્ધોએ પતંગ ઉડડી અવકાશી પેચ લડાવ્યાનો આનંદ માણી રહ્યા છે. ટેરેસ પર મોટા મોટા સ્પીકરો ગોઠવી બોલીવુડ ફીલ્મોના ગીત પર સૌ કોઈ આ પર્વમા જુમી ઉઠ્યા છે.
તહેવારને ઉજવવા કાલ રાતથી અમે તમામ તૈયારીઓ કરી દીધી, અગાઉ પણ પતંગ ચગાવવાનુ પ્રીપરેશન કર્યું
ખાસ કરીને બપોરના સમયે તો ગૃહિણીઓએ ટેરેસ પર જમાવટ કરી હતી. તો ક્યાં તો પુરેપુરુ કિચન જ ધાબે એક દિવસ માટે સિફ્ટ થઈ ગયું હતું. ઊંધિયું, જલેબી, તલસાંકળી, ચિકીની જાયફત માળી આનંદ મેળવી રહ્યા છે. ગૃહિણી વૈશાલી કંસારા જણાવી રહ્યા છે કે, ઉતરાયણના તહેવાર ઉજવવા કાલ રાતથી અમે તમામ તૈયારીઓ કરી દીધી હતી. અગાઉ પણ પતંગ ચગાવવાનું પ્રીપરેશન કર્યું હતું. આજે આ પર્વ ટાંણે તલસાંકળી, મમરાના લાડુની જાયમફત માણી રહ્યા છે. બપોરના સમયે આખું રસોડું જાણે ધાબા ઉપર લાવી દીધું છે. અમે સૌ પરિવાર સાથે પતંગ ચગાવી આ પર્વનો આનંદ મેળવી રહ્યા છે.
એ કાપ્યો છે...એ લપ્પેટ...એ હેડી... સાથે સાથે પીપૂડાના અવાજ સાથે સોરબકોર કરી પતંગ કાપ્યાનું આનંદ વ્યક્ત કર્યો
આજે આકાશ રંગબેરંગી પતંગોથી છવાયું હતું. અને પતંગ રશિયાઓ દ્વારા આકાશમાં પતંગોના પેચ ખેલાયો હતો. આ પર્વ દરમિયાન પતંગ રસિયાઓ એકબીજાના પતંગો કાપીને, એ કાપ્યો છે...એ લપ્પેટ...એ હેડી... સાથે સાથે પીપૂડાના અવાજ સાથે સોરબકોર કરી પતંગ કાપ્યાનું આનંદ વ્યક્ત કરી રહ્યા છે. ઉતરાયણના દિવસે પતંગની કિન્ના બાંધવામાં સમય ન બગડે તે માટે કેટલાક પતંગ રસીકોએ એડવાન્સમાં જ પતંગની કિન્ના બાંધી દીધી હતી અને અગાસી તેમજ ધાબા પરથી ફિલ્મી ગીતોની રમઝટ સાથે ઉત્તરાયણ પર્વનો આનંદ લઇ રહ્યા છે. ખાસ કરીને આ વખતે દક્ષિણના મુવીના સોંગની વધારે બોલબાલા રહી છે. સમી સાંજ બાદ ભવ્ય આતશબાજીથી આકાશ છવાઈ જશે.
(
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.