અડધી રાત્રે ધિંગાણું:પ્રેમલગ્ન કરનાર દંપતીનુ અપહરણ યુવક ને માર મારી રસ્તામાં ફેંકી દીધો

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નડિયાદના જવાહરનગરમાં બનેલો બનાવ
  • મહેસાણાથી ધસી અાવેલો પરિવાર યુવતીને લઇ ગયો

નડિયાદ શહેરમાં શનિવારે મધ્યરાત્રે થયેલ ધિંગાણા બાદ નાટ્યાત્મક વળાંક આવ્યો છે. ચાર મહિના અગાઉ મહેસાણાની યુવતી સાથે પ્રેમ લગ્ન કરનાર યુવકના ઘરમાં ગત રાત્રે અચાનક યુવતીના પિયર પક્ષના લોકો આવી ચડ્યા હતા. યુવતીના પરિવારજનોએ જબરદસ્તી ઘરમાં ઘૂસી દંપત્તિનું અપહરણ કરી કારમાં લઈ ગયા હતા. જ્યાં યુવકને માર મારી મિલરોડ ફાટક પાસે ફેંકી દઈ પરિણીતાનું અપહરણ કરી લઈગયા હોવાના આક્ષેપ કરવામાં આવ્યો છે. ઘટના અંગે યુવક અને પરિવારજનોએ જવાહરનગર પોલીસ ચોકીમાં ફરિયાદ કરવા પહોંચ્યા હતા. જ્યા યુવકની વાત સાંભળ્યા બાદ પોલીસે યુવતી સાથે પણ ટેલીફોનીક વાત કરી હતી. યુવતીએ પોતાની મરજીથી પીતા સાથે ગઈ હોવાનું જણાવતા સમગ્ર મામલો કોઈ ફરિયાદ નોંધાઈ નથી.

નડિયાદના જવાહનગર માં આવેલ ઠાકોરવાસમાં રાહુલ દિલિપભાઈ ઠાકોર પરિવાર સાથે રહે છે. દિલિપને થોડા સમય અગાઉ મહેસાણાના ચકાસણા ગામે રહેતી કોમલ નામની યુવતી સાથે પ્રેમ સબંધ બંધાતા બંનેએ ઘરેથી ભાગીને લગ્ન કરી લીધા હતા. જે લગ્ન સબંધ અંગે કોમલના પરિવારજનોને વાંધો હોઈ બંને ઘરેથી ભાગી ગયા હતા. થોડા સમય બાદ બંને પોલીસ સમક્ષ હાજર થયા હતા, જ્યા કોમલે રાહુલ સાથે રહેવા ઈચ્છા દર્શાવતા બંને સાથે રહેવા લાગ્યા હતા.

સમગ્ર ઘટનાને હજુ ચાર માસ જેટલો સમય થયો હતો. ત્યા અચાનક શનિવારે મોડી રાત્રે કોમલની માતા, બહેન, ભાઈ તેમજ અન્ય લોકો અચાનક રાહુલના ઘરે ઘસી આવ્યા હતા. રાહુલનો પરિવાર ઘરમાં સૂતો હતો, ત્યારે જોર જોર થી દરવાજો ખખડાવતા જેવો દરવાજો ખુલ્યો કે તમામ લોકોએ ઘરમાં ઘૂસી કોઈ કશુ સમજે તે પહેલા જ દંપત્તિ પર હુમલો કરી દીધો હતો.

જોત જોતામાં તો રાહુલ અને કોમલનું અપહરણ કરી કારમાં ગોંધી કાર ભગાડી મુકવામાં આવી હતી. સમગ્ર મામલે રાહુલ અને તેનો પરીવાર જવાહરનગર પોલીસ મથકે અપહરણની ફરિયાદ નોંધાવવા પહોંચ્યા હતા. પરંતુ પોલીસે જ્યારે યુવતી સાથે વાત કરી ત્યારે તેણે પોતાની મરજીથી પીતા સાથે મહેસાણા ગઈ હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસે ફક્ત ઝઘડાની ફરિયાદ આપવા જણાવ્યું હતું. પરંતુ યુવકના પરિવારજનોને અપહરણની જ ફરિયાદ આપવી હોઈ તેઓ પોલીસ સ્ટેશને થી નીકળી ગયા હતા.

યુવતીએ કહ્યું કે તે પોતાની મરજીથી ગઈ છે, જેથી અપહરણની ફરિયાદ ન થાય ઃ PSI
જવાહર નગર પોલીસ ચોકીના પીએસઆઈ કિરણ દરજીએ જણાવ્યું હતું કે, સમગ્ર મામલે રાહુલ અને તેના પરિવારજનો અપહરણની ફરિયાદ નોંધાવવા માટે આવ્યા હતા. પરંતુ કોમલ સાથેની વાતચીતમાં તેણીએ પોલીસને જણાવ્યું હતું કે તે પોતાની મરજીથી માતા-પીતા સાથે મહેસાણા ગઈ છે. જેથી અપહરણ નહી ફક્ત મારામારીની ફરિયાદ કરવા કહ્યુ હતુ. પરંતુ પરિવારજનો વકીલ ની વાત માની ફરિયાદ આપ્યા વગર જતા રહ્યા હતા.

મારા ભાઈને મારી મિલ રોડ ફાટક પાસે ફેંકી દીધો
ઘરમાં ઘૂસી ગયેલા કોમલ ભાભીના પરિવારજનોએ મારા ભાઈને અને ભાભીને માર મારી કારમાં નાખી લઈ ગયા હતા. અમે પાછળ પાછળ પીછો કરતા રાહુલ ઘાયલ અવસ્થામાં મીલ રોડ ફાટક પાસેથી મળી આવ્યો હતો. જેથી તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ દાખલ કર્યો હતો. > સુનિલ ઠાકોર, રાહુલનો ભાઈ

સ્થાનિકોએ બે લોકોને ઝડપી પાડ્યા
સમગ્ર ઘટના સમયે બુમાબુમ થતાં આસપાસના લોકો સ્થળ પર દોડી આવ્યા હતા. જે દરમિયાન દીલીપભાઇ ના પરિવારજનો પણ એકત્ર થઈજતા મહેસાણાથી આવેલા બે ઇસમોને ઝડપી પાડી પોલીસને સોંપ્યા હતા. હાલ પોલીસે બંને ઈસમોની પુછપરછ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...