સમૂહલગ્ન:અલ-કુરેશ ખિદમત ચેરિટેબલ ટ્રસ્ટ 12 ગામ દ્વારા 66 નવ યુગલોનો બીજો સમૂહ લગ્ન યોજાયો

નડિયાદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક

અલ કુરેશ ખિદમત ચેરિટેબલ ટ્રસ્ટ 12 ગામ દ્વારા નડિયાદ કુરેશ સમાજના સહયોગથી બીજા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ 66 નવ યુગલો લગનગ્રંથિમાં જોડાયા હતા.આ સમૂહલગ્નનો હેતુ સમાજમાંથી કુરિવાજોને નાબૂદ કરવા, તથા ખોટા ખર્ચાથી સમાજને બચાવવાના ઉદ્દેશથી કરવામાં આવ્યો હતો.

12 ગામ કુરેશ જમાતનાં વડીલો ખાસ હાજર રહ્યા
આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે પીરે તરીકત હાજી સૈયદ મુબીનુદ્દીન બાવા, મુફતી અશરફરજા બુરહાની રતનપુર, મુનીરબાવા આણંદ, તાજદીનભાઈ હાલાણી, ઉર્ફે (રાજુભાઈ) આણંદ, ઈલ્યાસભાઈ મુલતાની આણંદ, આરીફઅલી (રિયલ) હાડગુડ, હાજી યુનુસભાઈ મોમીન હાજર રહ્યા હતા. આ પ્રસંગે ટ્રસ્ટના પ્રમુખ ઐયુબભાઈ ફોજી તરફથી શાબ્દિક સ્વાગત કર્યું હતુ. જયારે સેક્રેટરી સલીમભાઇ તરફથી આવેલ મહેમાનોનું પરિચય આપવામાં આવ્યો હતો. મૈયુદ્દીન માસ્તર તથા ઈકબાલભાઈ દ્વારા આવેલ મહેમાનોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. તથા ટ્રસ્ટ વિશે માહિતી વકીલ જુબેરભાઈ દ્વારા આપવામાં આવી હતી. સમગ્ર આયોજન નડિયાદ કુરેશ જમાત દ્વારા કરવામાં આવ્યું હતું. આજના આ કાર્યક્રમમાં 12 ગામ કુરેશ જમાતનાં વડીલો, અને ખિદમત ટ્રસ્ટની ટીમ હાજર રહી હતી.

અન્ય સમાચારો પણ છે...