સમાન કામ સમાન વેતનની માગ:ખેડાના ગ્રામ વિકાસ એજન્સીના કર્મીઓનું વિવિધ માંગણીઓ સાથે DDOને આવેદન, માંગ નહીં સ્વીકારય તો હડતાલ પર ઉતરશે

નડિયાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આગામી દિવસોમાં કામગીરી બંધ કરી ગાંધી ચિંધ્યા આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી

ખેડા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અંતર્ગત જિલ્લા, તાલુકા તથા ગ્રામ્યકક્ષાએ મહેકમની કાયમી જગ્યાઓ પર ફરજ બજાવતા કર્મચારીઓએ જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી સમાન કામ સમાન વેતનની માગણી કરી છે.

2007થી અત્યાર સુધી નજીવો જ પગાર વધારો આપવામાં આવે છે
ખેડા જિલ્લા વિકાસ અધિકારીને આપેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે, વર્ષ 2007થી અત્યાર સુધી નજીવો જ પગાર વધારો આપવામાં આવેલ છે. હાલની મોઘવારીમાં અમોને મળતો પગાર ખુબ જ નહીવત છે. સરકારની ફિક્સ પગાર નીતિ મુજબ સમાન હોદ્દાઓ માટે મળતો ફિક્સ પગાર અને મળતી સવલતો ગ્રામ વિકાસના મહેકમના 11 માસ કરાર આધારિત કર્મચારીઓને પણ મળે તે માટે આ આવેદનપત્રમાં અમારી કેટલીક માંગણીઓ દર્શાવી છે.

ESICનો પણ લાભ‌ મળે તેમ જણાવ્યું
જેમાં સમાન કામ માટે સમાન વેતન, કાયમી કર્મચારીઓને મળતા લાભ આપવા બાબત, પાંચ વર્ષ પૂરા કરેલ કર્મચારીઓને કાયમી કરવા, 3 મહિનાથી વધુના ચાર્જ માટે સમાન હોદ્દામાં 5 % અને ઉચ્ચ હોદ્દા માટે 10 % ચાર્જ એલાઉન્સની આપવું, સરકારની વિવિધ નીતિઓ મુજબ ખાનગી કંપનીઓમાં પણ PFની જોગવાઈ હોય છે તો અમોને પણ PF યોજનાનો લાભ આપવો, દર 11 માસના પુનઃ કરાર રીન્યુ વખતે અમોને 10થી 20% પગાર વધારો આપવો, સરકારની અન્ય એક મહત્વની જોગવાઈ ESICનો પણ અમોને લાભ આપવો. આગામી સમયમાં અમારી માંગણીઓનો સંતોષકારક ઉકેલ નહીં આવે તો આગામી દિવસોમાં કામગીરી બંધ કરી ગાંધી ચિંધ્યા માર્ગે હડતાલ, આંદોલન કરવાની ચીમકી પણ આવેદનમાં ઉચ્ચારી છે.

અન્ય સમાચારો પણ છે...