ખેડા જિલ્લામાં મહિલાઓની સુરક્ષાને લઇને અનેક સવાલો ઉભા થયા છે. તાજેતરમાં ધોળકા ડેપોના મહિલા કંડક્ટરની બસમાં ખેડા ટાઉન પોલીસ મથકના TRB જવાને છેડતી કરી હતી. આ સમગ્ર મામલામાં ખેડા પોલીસ મથકમાં ફરજ બજાવતા ટીઆરબી જવાન રણજીત સોલંકી (રહે રઢું)ને ફરજ મૌકુફ કરાયો છે. જ્યારે ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટે ઘટના સંદર્ભે સમયસર જાણના કરવા બદલ ખેડા શહેર પોલીસને પણ શિષ્ટ ભાષામાં ઠપકો આપ્યો હોવાનું પણ જાણવા મળ્યું છે. ખેડા શહેર પોલીસ મથકમાં ટીઆરબી જવાન તરીકે ફરજ બજાવતાં રણજીત પૂનમ સોલંકી (રહે રઢુ) વિરુદ્ધ ગતરોજ એક મહિલા કંડક્ટરે ખેડા શહેર પોલીસ મથકે છેડતીની ફરિયાદ નોંધાવી હતી.
આ બનાવની જિલ્લાના પોલીસ મથકોમાં ટીઆરબી જવાનોની નિમણૂક સહિતની કામગીરી કરતી નડિયાદ ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ સંસ્થાને દિવ્યભાસ્કર એપ થકી સમાચાર મળ્યા હતા. જેથી ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા છેડતીના ગુનાના આરોપી ટી આર બી જવાન રણજીત પૂનમ સોલંકીને નોકરી પરથી રુખસદ આપવા માટેની ખેડા શહેર પોલીસને અભિપ્રાય આપ્યો હતો.
ખેડા શહેર પોલીસે આરોપી ટીઆરબી જવાન રણજીત સોલંકીને ફરજમાંથી રૂખસદથી આપી દેવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. ઉપરાંત નડિયાદ ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા ખેડા શહેર પોલીસ તેમજ પોલીસ મથકમાં કામગીરીનું મોનિટરીંગ કરનાર કર્મચારીને આ ગંભીર બનાવ અંગે તુરંત જાણ ન કરવા સંદર્ભે શિષ્ટ ભાષામાં ઠપકો આપ્યો હોવાનું પણ જાણવા મળ્યું છે.
આ સમગ્ર મામલે ખેડા ટાઉનના પોલીસ અધિકારી એચ.આર. પ્રજાપતિએ જણાવ્યું હતું કે ફરિયાદ થયા બાદ તુરંત આરોપીની અટકાયત કરી દેવામાં આવી છે. વધુમાં જણાવ્યું હતું કે અમારે તો ફક્ત ટીઆરબી જવાન પાસેથી કામ લેવાનું હોય છે.
બીજી બાજુ આ સમગ્ર મામલે નડિયાદ શહેર ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટના સમીર પરીખે જણાવ્યું હતું કે, જે તે સમયે મોનીટરીંગે સંપર્ક કરી જાણ કરવા પ્રયાસ કર્યો હતો હતો. પરંતુ કોઈ કારણોસર સંપર્ક થઈ શક્યો નહોતો. જોકે, હાલ પુરતા આ ટીઆરબી જવાનને બરતરફ કરી દેવાયો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.