પોલીસ સાથે ઘર્ષણ કરતા હોવ તો ચેતી જજો:ખેડા પોલીસ અંત્યત આધુનિક બોડી વોર્ન કેમેરાથી સજ્જ બની, જિલ્લામાં કુલ-160 કેમેરાથી નજર રખાશે

નડિયાદ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસ પણ સજાગતાથી પોતાની ફરજ બજાવશે

કેટલાક અસામાજીક તત્વો દ્વારા ફરજ પરના પોલીસ સાથે ઘર્ષણ કરવાના બનાવો બનતા હતા જે અસામાજીક તત્વો પુરાવાના અભાવે પોલીસને હાથતાળી આપી કાયદામાંથી છટકી જતા હોય છે. આવા અસામાજીક તત્વોને કાયદાનો પાઠ ભણાવવા માટે ખેડા જીલ્લા પોલીસ બોડી વોર્ન કેમેરા સાથે સજ્જ થઇ છે.

પોલીસ સજાગતાથી ફરજ નિભાવશે
ખેડા જિલ્લા પોલીસ આધુનિકરણથી જોડાઇ અને કામગીરીને પારદર્શીત અને પ્રમાણીક બનાવે તે હેતુથી સરકાર તરફથી ખેડા જીલ્લાને કુલ-160 વિવિધ પ્રકારના બોડી વોર્ન કેમેરા ફાળવવામાં આવેલ છે. જેથી હવેથી પોલીસ ટ્રાફીક નિયમન તેમજ બંદોબસ્તની ફરજ દરમ્યાન બોડી વોર્ન કેમેરા સાથે નજરે પડશે. અને આ બોડી વોર્ન કેમેરાથી લાઇવ રેકોર્ડીંગ થતુ હોય પોલીસ સાથે ખોટી રીતે ઘર્ષણમાં ઉતરનાર નાગરીકો પર સીધી રોક લાગવા સાથે પોલીસ પણ સજાગતાથી પોતાની ફરજો બજાવશે.

બંન્ને વચ્ચેના સંબધો પણ વિકસશે
પોલીસ અને પ્રજાના વર્તનમાં અસરકારક ફેરફારની સાથો-સાથ બંન્ને વચ્ચેના સંબધો પણ વિકસશે. અને આ બોડી વોર્ન કેમેરાથી લાઇવ રેકોર્ડીંગ થતુ હોય રાજ્ય સ્તરે સી.એમ.ડેશબોર્ડ તથા “ત્રિનેત્ર” (કમાન્ડ કન્ટ્રોલ સેન્ટર) ગાંધીનગર ખાતેથી તથા અત્રેના ખેડા-નડિયાદ જીલ્લા ખાતેના “ નેત્રમ ’” (કમાન્ડ કન્ટ્રોલ સેન્ટર) ખાતેથી સઘન મોનીટરીંગ કરવામાં આવી રહેલ છે. જેથી મહાનુભાવો તથા ઉચ્ચ અધિકારીઓ દ્રારા કોઇ પણ સમયે લાઇવ મોનીટરીંગ કરી રાજ્યના કોઇ પણ વિસ્તારના બોડી વોર્ન કેમેરા નિહાળી શકશે.

અન્ય સમાચારો પણ છે...