વાહન ચોરીનો પર્દાફાશ:ખેડા LCB પોલીસે એક વાહન ચોરને ઝડપ્યો, પુછપરછમાં 12 ગુનાની કબુલાત કરી

નડિયાદ13 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પોલીસે 13 બાઇક કબ્જે કરી આગળની તપાસ હાથ ધરી

ખેડા એલસીબી પોલીસ ખેડા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિગમાં હતી. તે દરમિયાન ખેડા ચોકડી પાસેથી એક ઈસમ નંબર પ્લેટ વગરની મોટર સાયકલ લઈને પસાર થતો હતો જેથી પોલીસને આ ઈસમ પર શંકા પડતા પોલીસે તેને ઉભો રાખી પૂછપરછ હાથ ધરી હતી અને મોટર સાયકલના કાગડો માગ્યા હતા. પોલીસની પૂછપરછમાં શકમંદ ઇસમ નામ સંદિપસિંહ ઉર્ફે લાલો ગોપાલસિંહ ઝાલા (રહે. હાલ વાસણા બુજર્ગ, વાડીવાળો વિસ્તાર, તા.જી. ખેડા મુળ રહે. સીહોલ, રામજીમંદિર સામે વાટાવાસ, તા. દેત્રોજ જી. અમદાવાદ) નો હોવાનું બહાર આવ્યું હતું. આ મો.સા કિ.રૂપિયા 25 હજાર તથા મોબાઇલ ફોન મળી કુલ રૂપીયા 30 હજારના મુદ્દામાલ સાથે સી.આર.પી.સી. કલમ 41(1)ડી. 102 મુજબ પકડી અટક કરી હતી. પોલીસની પૂછપરછમાં એવી માહિતી બહાર આવી હતી કે આ જ મોટરસાયકલ સાત દિવસ અગાઉ નડિયાદ સંતરામ મંદિરપાસેથી ચોરી કરી હતી.

પૂછપરછમાં 12 ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો
આ સંદીપસિંહ રીઢો વાહનચોર હોય બીજી પણ મોટર સાયકલ ચોરી કરી હોવાની શંકાના આધારે પોલીસે આ વાહન ચોરની વધુ પૂછપરછ આ ધરી હતી આ પૂછપરછમાં બીજી કુલ 12 મોટર સાયકલની ચોરી કરેલાનો ઘટસ્ફોટ કરતા ઉપરોક્ત મો.સા. સિવાય કુલ 12 મો.સા. કિ.રૂપિયા 2 લાખ 35 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

કઈ બાઈક ક્યાંથી ચોરી

 • (1) આજથી આશરે ચારેક માસ પહેલા બહુચરાજી મુખ્ય બજારમાંથી સ્પ્લેન્ડર પ્લસ મો.સા.ની ચોરી કરેલ (મહેસાણા જીલ્લાના બહુચરાજી પો.સ્ટે ગુનો દાખલ
 • (2) આજથી આશરે એક માસ પહેલા વિજાપુર ચોકડી પાસેથી હોન્ડા સાઇન મો.સા.ની ચોરી કરેલ (મહેસાણા જીલ્લાના વિજાપુર પો સ્ટે )
 • (3) આજથી આશરે બે માસ પહેલા કરમસદ ગામમાંથી સ્પ્લેન્ડર પ્લસ મો.સા.ની ચોરી કરેલ (આણંદ જીલ્લાના વિદ્યાનગર પો.સ્ટે
 • (4) આજથી આશરે એક માસ પહેલા મહેસાણા મોઢેરા ચોકડી સામે કોમ્પલેક્ષમાંથી સ્પ્લેન્ડર પ્લસ મો.સા.ની ચોરી કરેલ (મહેસાણા જીલ્લાના મહેસાણા બી.ડી.વી પો.)
 • (5) આજથી આશરે પંદર દિવસ પહેલા પાટણ બસ સ્ટેશન પાસેથી સ્પ્લેન્ડર પ્લસ મો.સા.ની ચોરી કરેલ. (પાટણ જીલ્લાના પાટણ સીટી બી.ડી.વી પો.સ્ટે )
 • (6) આજથી આશરે ચારેક દિવસ પહેલા હિંમતનગર બસ સ્ટેશન પાસેથી એક હિરો એચ.એફ ડીલક્ષ મો.સા.
 • (7) આજથી આશરે દોઢેક માસ પહેલા મહેસાણાના બસ સ્ટેશન પાસેથી એક પેશન પ્રો. મો.સા. ની ચોરી કરેલી
 • (8) આજથી આશરે વીસ-પચ્ચીસ દિવસ પહેલા હિંમતનગર બસ સ્ટેશન પુલ પાસેથી એક હિરો સ્પ્લેન્ડર પ્લસ
 • (9) આજથી આશરે દોઢેક માસ પહેલા મોઢેરા ચોકડી કોમ્પલેક્ષ પાસેથી સ્પ્લેન્ડર પ્લસ મો સા. ની ચોરી કરેલ.
 • (10) આજથી આશરે પાંચેક દિવસ પહેલા મહેસાણા જીલ્લાના વિસનગર બસ સ્ટેશન પાસેથી હિરો સ્પ્લેન્ડર પ્લસ મો સા. ની ચોરી કરેલ
 • (11) આજથી આશરે ચારેક મહિના પહેલા હોળીના દિવસે બારેજા ખાતેથી હિરો સ્પ્લેન્ડર પ્લસ મો.સા. ની ચોરી કરેલ
 • (12) આજથી આશરે ત્રણેક મહિના પહેલા મહેસાણા જીલ્લાના કડીગામ બસ સ્ટેશન પાસેથી એક ટી.વી.એસ રેડીઓન મો.સા. ની ચોરી કરેલી
અન્ય સમાચારો પણ છે...