કાર્યવાહી:અમદાવાદમાં દારૂ ઘૂસાડવા ખેડા ગેટ વે; અઢી મહિનામાં જ રૂા.1.25 કરોડનો જથ્થો પકડાયો

નડિયાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • 13 દરોડામાં 16 વ્યક્તિઓને ઝડપી પાડ્યાં હતા,જ્યારે 12 વ્યક્તિઓ થાપ આપવામાં સફળ

અમદાવાદમાં દારૂ ઘૂસાડવા માટે ખેડા જિલ્લાનો હાઇવે ગેટ વે હોવાનું મનાઇ રહ્યું છે. ખેડા જિલ્લામાં છેલ્લા અઢી મહિનામાં અધધ 1.25 કરોડનો મુદ્દામાલ સ્થાનિક પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડયો છે. જ્યારે મૂદ્દામાલ સાથે 16 વ્યક્તિઓને ઝડપી પાડવામાં પોલીસ ટીમને સફળતા મળી હતી. જ્યારે 12 વ્યક્તિ પોલીસ ટીમને થાપ આપી ફરાર થવામાં સફળ રહ્યા હતા. જિલ્લાના મહેમદાવાદ, માતર, મહુધા, કઠલાલ, ઠાસરા, ચકલાસી, સેવાલિયા અને નડિયાદ ગ્રામ્ય પોલીસ મથકના હદમાંથી લાખોનો વિદેશી દારૂ અને બિયર ઝડપાતા હોય છે.

ખેડા જિલ્લા સ્થાનિક પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમ ગેરકાયદે પ્રવૃતિ અટકાવવા માટે સતત પ્રયત્નશીલ હોય છે. પરંતુ પોલીસ ટીમને થાપ આપી આંતર જિલ્લાની સરહદ માંથી પસાર થતા રોડ પર મોટા ભાગે હરિયાણા, પંજાબ અને રાજસ્થાન વિદેશી દારૂ ભરી બુટલેગરોને પહોચાડવાનો મનસુબો બુટલેગરો રાખતા હોય છે. પરંતુ સ્થાનિક પોલીસ કે ક્રાઇમ બ્રાન્ચની ટીમ બુટલેગરો સુધી દારૂ પહોચે તે અગાઉ ઝડપી પાડવામાં આવે છે. તો ક્યાંક પોલીસ પીછો કરતા અજાણ્યા ઇસમો વિદેશી દારૂ ભરેલી કાર મૂકી ફરાર થઇ જતા હોય છે.

છેલ્લા દોઢ મહિનામાં સ્થાનિક પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમે 13થી વધુ સ્થળો પર બાતમીના આધારે દરોડો પાડી 1.25 કરોડનો વિદેશી દારૂ સાથે 16 વ્યક્તિઓને ઝડપી પાડ્યા હતા. જ્યારે ફરાર થયેલ ઇસોમોની તપાસ ચાલી રહી છે. જોકે, આ તમામ દારૂ પૈકી મોટાભાગનો અમદાવાદમાં લઇ જવાતી વેળા પકડાયો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

માતર, મહેમદાવાદ અને કઠલાલમાંથી દોઢ માસમાં 44.80 લાખનો વિદેશી દારૂ ઝડપાયો
​​​​​​​મહેમદાવાદ,માતર અને કઠલાલ આંતર જિલ્લા સરહદને અડીને આવેલા હોવાના કારણે મેગાસિટી અમદાવાદમાં પહોચાડવાનો વિદેશી દારૂ જિલ્લાના ત્રણ તાલુકામાંથી પસાર થાય છે. ચાર પોલીસ મથકમાં છેલ્લા દોઢ મહિનામાં આશરે 44.80 લાખનો વિદેશી દારૂ ઝડપાયો છે.

મોટા ભાગે રનીંગ વાહનમાંથી દારૂ ઝડપાયો
​​​​​​​સ્થાનિક પોલીસે કે ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમી આધારે ઝડપી પાડેલ લાખો રૂપિયાનો વિદેશી દારૂ મોટા ભાગે હાઇવે રોડ પર ઝડપાતા હોય છે. તપાસ દરમિયાન રાજસ્થાન, પંજાબ હરિયાણા જેવા રાજયોમાંથી વિદેશી દારૂ આવ્યો હોવાનું બહાર આવે છે.

અન્ય સમાચારો પણ છે...