રિલાયન્સ ઇન્ટર ડીસ્ટ્રીક મેન અંડર નાઇન્ટીન ક્રિકેટ ટુર્નામેન્ટ 2022, માં રમતા ખેડાની ટીમે આણંદની ટીમને નિર્ધારીત ઓવર પહેલા રન ચેઝ કરી જીત મેળવી છે. આ જીત બાદ હવે ટુર્નામેન્ટની ફાઇનલમાં ખેડા અને સુરતની ટીમો ટકરાશે. આ ટુર્નામેન્ટમાં ગુજરાતની અલગ-અલગ ડિસ્ટ્રીકની ટીમો એ ભાગ લીધેલ, જેમાં ખેડા ડિસ્ટ્રિક્ટ ની મેચ શુક્રવારના રોજ આણંદ ડીસ્ટ્રીક સાથે યોજાયેલ.
આણંદની ટીમે ટોસ જીતી પ્રથમ બેટિંગ કરતા નિર્ધારિત 50 ઓવરની મેચમાં 151 રનમાં ઓલ આઉટ થઈ ગયેલ. ખેડા ડિસ્ટ્રિક્ટ તરફથી ક્રિશ ચૌહાણએ પાંચ ઓવરમાં 11 રન આપી કુલ છ વિકેટ ઝડપેલ. જેના કારણે આણંદ ડિસ્ટ્રીક ની ટીમ 151 રન સુધી સીમીર રહી હતી. જ્યારે ખેડાની ટીમે આ ટાર્ગેટ 35 ઓવરમાં ચેઝ કરી જીત મેળવી હતી. જેમાં પટેલ 75 રન નોટ આઉટ તથા ક્રિશ ચૌહાણના 36 રન મુખ્ય હતા.
આમ ક્રિશ ચૌહાણ એ બોલિંગમાં 6 વિકેટ તથા બેટિંગમાં 36 રન કરી ઓલ રાઉન્ડ પ્રદર્શન કરતા મેન ઓફ ઘી મેચનો એવોર્ડ મેળવ્યો હતો. આ જીત થી વર્ષો બાદ ખેડા ડિસ્ટ્રિક્ટ ની ટીમ ફાઇનલમાં પ્રવેશી છે. જે ફાઇનલ અમદાવાદના મોટેરા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ખેડા ડિસ્ટ્રિક્ટ અને સુરત ડિસ્ટ્રિક્ટ વચ્ચે યોજાનાર છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.