ખેડા જિલ્લા ભારતીય જનતા પાર્ટીમાં નવા વરાયેલા પ્રમુખ દ્વારા સંગઠનના નવા માળખાની જાહેરાત કરવામાં આવી છે. તાજેતરમાં વિપુલ પટેલના રાજીનામાં બાદ અજય બ્રહ્મભટ્ટને નવા પ્રમુખ તરીકે નિમણુક કરવામાં આવી હતી. જે બાદ તેમની નવી ટીમના હોદ્દેદારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં 8 ઉપપ્રમુખ, 3 મહામંત્રી, 8 મંત્રી અને કોષાધ્યક્ષની નિમણુક કરવામા આવી છે.
ખેડા જિલ્લા ભાજપના ઉપપ્રમુખ તારીખે જનકસિંહ ઝાલા, વિકાસભાઈ પટેલ, નટુભાઈ સોઢા પરમાર, વિકાસભાઈ શાહ, પાર્વતીબેન મકવાણા, સવિતાબેન જાદવ, રાજેશભાઈ પટેલ અને સેજલબેન બ્રહ્મભટ્ટનો સમાવેશ થાય છે. જ્યારે મહામંત્રીમા અપૂર્વ પટેલ, અમિત ડાભી અને રાજેશ પટેલ (ભાટેરા)નો સમાવેશ થાય છે.
આ ઉપરાંત મંત્રી પદે દીપક મિસ્ત્રી, લક્ષ્મણસિંહ પરમાર, ધવલભાઈ પટેલ, શીતલબેન ભટ્ટ, રીટાબેન ઓઝા, મધુબેન સોલંકી, શંભુજી બારૈયા, બાકુબેન ડોડીયા તેમજ કોષાધ્યક્ષ પદે ધર્મેશભાઈ પટેલની નિમણૂક કરવામાં આવી છે. જ્યારે બિલ્ડર ધર્મેશ પટેલ (જે.ડી) ને કોષાધ્યક્ષનો હોદ્દો ફાળવવામાં આવ્યો છે. વિપુલ પટેલ અમૂલ ડેરીના ચેરમેન બનતા જિલ્લા ભાજપના પ્રમુખ પદેથી રાજીનામુ અાપ્યુ હતું. ત્યાર બાદ નવા પ્રમુખની વરણી કરતા જિલ્લા ભાજપનું નવુ માળખુ રચવામાં અાવ્યું છે. જેમાં જુના જોગીઅોની બાદબાકી કરાઈ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.