હડતાળનો 5મો દિવસ:ખેડા જિલ્લા તલાટીઓએ ડાકોર મંદિરે ધજા ચડાવી સરકાર વહેલી તકે માગણી સ્વીકારે તેવી પ્રાર્થના કરી

નડિયાદ2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તલાટીઓએ ડાકોર મંદિર ખાતે ધજા ચઢાવીને રાજભોગ ધર્યો

સમગ્ર રાજ્યમાં તલાટીઓ પોતની પડતર માંગણીઓને લઇને હડતાળ પર ઉતર્યા છે. ત્યારે આજે આ હડતાળનો પાંચમો દિવસ છે. ખેડા જિલ્લા તલાટી કમ મંત્રી મંડળ દ્વારા ડાકોર રાજાધિરાજના દરબારમાં ધજા ચઢાવવાનો કાર્યક્રમ યોજાયો હતો.

જય રણછોડ'ના નાદ સાથે ધજા ચઢાવવામાં આવી
ડાકોર ખાતે ખેડા જિલ્લાના 200થી વધુ તલાટી કમ મંત્રી શનીવારે ડાકોરના ઠાકોરના દ્વારે આવી પહોંચ્યા હતા. સરકાર સમક્ષ મૂકેલી પોતાની પડતર માંગણીઓ સરકાર સ્વિકારે તે હેતુથી આજે રણછોડજીને રીઝવવા દર્શન તેમજ ધજા ચઢાવવામાં આવી હતી. 'જય રણછોડ'ના નાદ સાથે ધજા ચઢાવવામાં આવી હતી. રાજાધિરાજના આશિર્વાદ લઈ તેમની વર્ષો અગાઉની પડતર માગણી ઓ સરકાર સ્વીકારે તે માટે ભેગા થઈ આશિર્વાદ માગ્યા હતા.

વર્ષ 2004-2005ની નોકરી સળંગ ગણવી
તેમની માગણીઓ સરકાર જ્યા સુધી સરકાર નહીં સ્વીકારે ત્યાં સુધી આ હડતાળ ચાલુ રખાશે તેવી ચીમકી ઉચ્ચારી છે. ખેડા જિલ્લા તલાટી કમ મંત્રી મંડળના રોનક દેસાઈએ જણાવ્યું હતું કે સરકાર પાસે માંગણીના ચાર મુદ્દા છે. વર્ષ 2004-2005ની નોકરી સળંગ ગણવી. ઉચ્ચતર પગાર ધોરણ નિયત બાર વર્ષ પૂરા થાય ત્યારે આપવું નહીં કે પરીક્ષા પાસ કર્યા તારીખથી અને રેવન્યુ જોબ ચાર્જ જુદો પાડવો અથવા તો રેવન્યુ તલાટીને મર્જ કરવા અને સરકાર જે 900 ખાસ ભથ્થું છે, તે વધારીને 5 હજારની માંગણી કરેલી છે.

અન્ય સમાચારો પણ છે...