પરિણામનું એનાલીસીસ:SSC બોર્ડની પરીક્ષામા ખેડા જિલ્લો રાજ્યમાં છેલ્લાથી બીજા ક્રમે, 100% પરિણામ વાળી માત્ર 4 શાળા, 6 શાળાઓનું પરિણામ ઝીરો ટકા

નડિયાદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 25299 વિદ્યાર્થીઓમાંથી 10951 વિદ્યાર્થીઓ પરીક્ષા પાર કરવામાં અસફળ

સમગ્ર રાજ્યમાં આજે જાહેર થયેલું SSCનું પરિણામમા ખેડા જિલ્લો છેલ્લેથી બીજા ક્રમાંકે આવ્યો છે. ખેડા જિલ્લાનુ ચાલુ વર્ષે ધોરણ 10નુ 56.71% પરિણામ જાહેર થયુ છે. પછાત જિલ્લાઓ કરતા પણ ખેડા જિલ્લો‌ શિક્ષણ ક્ષેત્રમા હાંસિયામાં ધકેલાયો હોય તેવા ચોંકાવનારા આકડાઓ આજે જાહેર થયેલા SSCના બોર્ડના પરિણામમા જોવા મળ્યાં છે. તો બીજી બાજુ SSC બોર્ડમા સારો દેખાવ કરનારી એટલે કે 100% પરીણામ વાળી માત્ર 4 શાળા આવી છે. તો વળી 6 શાળાઓનું પરિણામ 0 ટકા આવ્યું છે જે બતાવે છે કે જિલ્લામા શિક્ષણનુ સ્તર કેટલુ છે.

ખેડા જિલ્લામાં ચાલુ વર્ષે 25299 વિદ્યાર્થીઓએ SSC બોર્ડની પરીક્ષા આપી હતી. જેમાંથી 14348 વિદ્યાર્થીઓ ઉત્તેર્ણ થયા છે. તો 10951 વિદ્યાર્થીઓ પરીક્ષા પાર કરવામાં અસફળ રહ્યા છે. આજે જાહેર થયેલુ પરિણામ ખેડા જિલ્લો 56.71% સાથે છેલ્લેથી બીજા ક્રમે એટલે કે 33મા સ્થાને આવ્યો છે. જે જિલ્લા વાસીઓ માટે શરમજનક બાબત કહી શકાય છે. એક સમયે બોર્ડની પરીક્ષામાં સારું પરફોર્મન્સ કરી રાજ્ય કક્ષાએ તેજસ્વી વિદ્યાર્થીઓ ચમકતા હતા. જોકે આજે શિક્ષણક્ષેત્રમાં જિલ્લો પાછળ ધકેલાઈ ગયો છે. પછાત ગણાતા જિલ્લાઓ પણ ખેડા જિલ્લાથી આગળ છે. પછાત જિલ્લાઓમાં શિક્ષણ સંકુલથી માડીને અન્ય પાયાની સુવિધાઓ પણ નથી તોપણ તે જિલ્લાઓનું પર્ફોમન્સ ખેડા જિલ્લા કરતા સારું રહ્યું છે.

આજે ધોરણ 10ના જાહેર થયેલા પરિણામમાં 100% પરિણામ વાળી માત્ર 4 શાળા છે. જ્યારે 6 શાળાઓનું પરિણામ ઝીરો ટકા આવ્યું છે. વર્ષ 2020મા 0 ટકા વાળી માત્ર 4 શાળા જ હતી. જે ચાલુ વર્ષે 6 શાળા એટલે કે 2 શાળાનો વધારો થયો છે. તો બીજી બાજુ વર્ષ 2020મા 100% પરીણામ વાળી 8 શાળા‌ હતી. જે ચાલુ વર્ષે 4 શાળા જ જાહેર થઈ છે. એટલે કે 4 શાળાનો ઘટાડો થયો છે.

આ ઉપરાંત 30%થી ઓછા પરીણામ વાળી વર્ષ 2020મા 74 શાળા હતી. ચાલુ વર્ષે 24 શાળા છે. એટલે કે આ વર્ષની સરખામણીમાં 50 શાળાનો ઘટાડો છે. મહત્વનું છે કે, વર્ષ 2019માં SSC બોર્ડમા‌ સમગ્ર રાજ્યમાં ખેડા જિલ્લો 57.37% સાથે 30 નંબર હતો. વર્ષ 2020મા 56.47% સાથે 23મો નંબર અને ચાલુ વર્ષે છેક 33મા નંબરે આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...