શિક્ષણ:ખેડા જિલ્લા પોલીસ ઓનલાઇન સ્પર્ધાત્મક પરીક્ષાના વર્ગો શરૂ કરશે

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિદ્યાર્થીઓ ઘરે બેઠા ઝૂમ એપની મદદથી શિક્ષણ મેળવશે

ખેડા જિલ્લા પોલીસ દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે નિ:શુલ્ક ઓનલાઇન વર્ગોનું આયોજન કરવામાં આવ્યું છે. આ માટે પરીક્ષાર્થીઓએ નિ:શુલ્ક વર્ગમાં તાલીમ મેળવવા માટે https: //forms.gle/XjeFG8EoEqZtmFQH6 વિગત ભરવાની રહેશે. આ ફોર્મ ખેડા-નડિયાદ જિલ્લામાં રહેતા ઉમેદવારો માટે જ રહેશે.

આ લીંકમાં જણાવેલ સુચના મુજબ ગુગલ ફોર્મ ભરવાનું રહેશે, જે વિદ્યાર્થીઓ પ્રવેશ પરીક્ષા માટેની પસંદગી પામશે તેમને પ્રવેશ પરીક્ષાના એક દિવસ અગાઉ ફોન કે વોટ્સએપ મેસેજ દ્વારા પરીક્ષા સ્થળ અંગેની જાણકારી આપવામાં આવશે. આ અંગે પરીક્ષાર્થીઓ તા. 31 મે સુધીમાં પોતાની ઉમેદવારી નોંધાવવાની રહેશે. વિદ્યાર્થીઓની શૈક્ષણિક લાયકાત ધો-12 પાસ છે.

આ તાલીમ વર્ગોની સંભવીત તા.5 જૂન 2022 ને રવિવાર સવારે 9 વાગ્યા છે. ઓનલાઇન વર્ગો જૂન મહિનાના બીજા અઠવાડિયાથી શરૂ કરવામાં આવશે. સ્પર્ધાત્મક પરીક્ષા આપતા પરીક્ષાર્થીઓની પ્રવેશ પરીક્ષા લેવામાં આવશે જે નડિયાદ ખાતે યોજાશે. આ બેચમાં ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને અગ્રીમતા આપવમાં આવશે. પુસ્તકો નિઃશુલ્ક આપવામાં આવશે તેમ જિલ્લા પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...