પ્રજાસતાક પર્વની ઉજવણીના ભાગરૂપે ખેડાના જિલ્લા કલેક્ટર કે.એલ.બચાણીના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરી ખાતે સમીક્ષા બેઠક મળી હતી. 26મી જાન્યુઆરીના રાષ્ટ્રીય તહેવારની ખેડા જિલ્લા કક્ષાની ઉજવણી ગળતેશ્વર તાલુકાના ગુજરાત સ્ટેટ ઈલેકટ્રીસીટી કોર્પોરેશન લીમીટેડ, થર્મલ મુકામે રીક્રીએશનલ ગ્રાઉન્ડ ખાતે યોજાશે. જેના પૂર્વાયોજન માટે કલેકટર કે. એલ. બચાણીની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ બેઠક અન્વયે કલેક્ટરએ કોરોના ગાઈડલાઈનને અનુલક્ષીને માસ્ક અને સેનેટાઇઝરની વ્યવસ્થા, સાંસ્કૃતિક કાર્યક્રમો, સલામતી અને સુરક્ષા, ધ્વજ અને ધ્વજ પોલ, પરેડ, સ્ટેજ, બેઠક વ્યવસ્થા, મંડપ અને લાઈટિંગ, ટેબ્લો અને શુશોભન, પ્રોટોકોલ, ડાયર્સ વ્યવસ્થા, પીવાનું પાણી અને સ્વચ્છતા તેમજ મહાનુભાવશ્રી માટે સ્પીચના મુદ્દા વગેરે બાબતો અંગે સબંધિત વિભાગો સાથે ચર્ચા કરી જરૂરી સૂચનાઓ આપી હતી.
13 ટેબ્લો પ્રજાસતાક દિન નિમિતે રજૂ કરાશે
ખેડા જિલ્લા કક્ષામાં પ્રજાસતાક પર્વની ઉજવણી ગળતેશ્વર તાલુકાના ગુજરાત સ્ટેટ ઈલેકટ્રીસીટી કોર્પોરેશન લીમીટેડ, થર્મલ મુકામે રીક્રીએશનલ ગ્રાઉન્ડ ખાતે પુરજોશમાં કરવામાં આવશે. જેમાં પોલિસ બેંડ, પોલિસ પરેડ, વોલી ફાઇરીંગ આકર્ષણનું કેન્દ્ર બનશે. વધુમાં કલેક્ટરએ જિલ્લામાં ઉત્તમ કામગીરી કરનાર અધિકારીઓ, કર્મચારીઓઓનું નામ કલેક્ટર કચેરી ખાતે મોકલી આપવા સંબંધિત અધિકારીઓને જણાવ્યું હતું. જિલ્લામાં અંદાજિત 13 ટેબ્લો પ્રજાસતાક દિન નિમિતે રજુ કરવામાં આવશે. સંબંધિત અધિકારીઓએ તેમના વિભાગની ટેબ્લોની વિગતો કમિટીને રજુ કરવાની રહેશે તેમ કલેક્ટર દ્વારા જણાવવામાં આવ્યું હતું. આ બેઠકમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક પી. આર. રાણા, અધિક જિલ્લા કલેક્ટર બી.એસ.પટેલ, ઠાસરા પ્રાંત રિદ્ધિબેન શુક્લા સહિત જિલ્લાના વિવિધ વિભાગના અધિકારીઓ તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.