જનજાગૃતિ કાર્યક્રમ:ખેડા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અને જિલ્લા ન્યાયાલય નડિયાદ દ્વારા ભવન્સ હાઈસ્કૂલ ખાતે “POCSO ACT” જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો

નડિયાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, ગુજરાત હાઈકોર્ટ, અમદાવાદ દ્વારા UNICEF (યુનિસેફ) તથા સૌહાર્દ સંસ્થાનાં સહયોગથી સગીર વયનાં બાળકો સાથે બનતાં જાતીય અત્યાચારનાં ગુનાઓ બનતાં અટકાવવા તથા ગુનેગારોને કડકમાં કડક સજા અને ભોગ બનનારને ન્યાય આપવા માટે POCSO ACTનું મહત્વ અને ભૂમિકા બાબતે શાળામાં અભ્યાસ કરતાં સગીર વયનાં બાળકોમાં જાગૃતિ લાવવાનાં હેતુસર માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓ તથા કોલેજોમાં હાલમાં 26 સપ્ટેમ્બરથી 20 ઓક્ટોબર સુધી POCSO ACT જનજાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવેલ છે.

પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ હાજર રહ્યા
આ અંતર્ગત જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જીલ્લા ન્યાયાલય, ખેડા-નડીઆદના ચેરમેન અને મુખ્ય જિલ્લા ન્યાયાધીશ એ આઈ. રાવલની સૂચના અને માર્ગદર્શન અનુસાર જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, નડીઆદનાં સેક્રેટરી અને સીનીયર સિવિલ જજ જે આર. પંડિતે આ POCSO ACT જન જાગૃતિ અભિયાનનું સંચાલન અને દેખરેખ રાખી રહ્યાં છે. જેમાં આજ રોજ ભવન્સ હાઈસ્કૂલ નડીઆદ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં વિધ્યાર્થીઓને પ્રોત્સાહિત અને જાગૃત કરવા માટે તાલુકા કાનૂની સેવા સત્તા સમિતિ, સિનિયર સિવિલ કોર્ટ, નડીઆદના ચેરમેન અને પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ આર એસ. રાજપૂત વિશેષ ઉપસ્થિત રહ્યાં હતાં.

મફત અને સક્ષમ કાનૂની સેવા-સહાય વિશે માહિતીગાર કરવામાં આવ્યા
આ કાર્યક્રમમાં એસએયુ પ્રથમ તાલુકા કાનૂની સેવા સત્તા સમિતિ, સિનિયર સિવિલ કોર્ટ, નડીઆદના ચેરમેન અને પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ આર એસ. રાજપૂતે વિધ્યાર્થીઓને સંબોધન કરતાં POCSO ACT જનજાગૃતિ અભિયાનનો હેતુ અને જરૂરીયાત વિશે માહિતી આપી હતી. અને વિધ્યાર્થીઓને પ્રોત્સાહિત અને જાગૃત કર્યા હતાં. ત્યારબાદ મુખ્ય વક્તા એવા જિલ્લા બાળ સુરક્ષા એકમ નડીઆદનાં લીગલ કમ પ્રોબેશન ઓફીસર કીર્તિબેન જોષી દ્વારા POCSO ACT વિશેની વિસ્તારપૂર્વકની માહિતી વિધ્યાર્થીઓને માહીતગાર કર્યા હતાં. કાર્યક્રમનાં અંતમાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, નડીઆદનાં સેક્રેટરી અને સીનીયર સિવિલ જજ જે આર. પંડિત દ્વારા મફત અને સક્ષમ કાનૂની સેવા-સહાય વિશે માહીતગાર કરીને વિધ્યાર્થીઓને તેઓનાં ઉજ્જવળ ભવિષ્ય અને કારકીર્દી વિશે શુભેચ્છા પાઠવી હતી. આજનાં આ કાર્યક્રમોનું સમગ્ર સંચાલન અને વ્યવસ્થા ભવન્સ હાઇસ્કૂલના ડીરેકટર કે આઈ. જેકબનાં માર્ગદર્શન હેઠળ, વંદના શ્રીવાસ્તવ દ્વારા કરવામાં આવેલ અને એએવીઇએલ જેમાં કુલ 300 વિધાર્થી-વિદ્યાર્થીનીઓએ હાજર રહી આ કાર્યક્રમનો લાભ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...