• Gujarati News
  • Local
  • Gujarat
  • Kheda
  • Nadiad
  • Kheda District Election Officer And Collector KL Bachani Inaugurated The Information Center Under The EMMC Control Room At The Collector's Office.

ઉદ્ઘાટન:ખેડા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર કે.એલ.બચાણીએ કલેક્ટર કચેરીએ ઈએમએમસી કન્ટ્રોલ રૂમ અંતર્ગત માહિતી કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું

નડિયાદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીના ઉપલક્ષે જિલ્લા કલેક્ટર કચેરી, નડિયાદ ખાતે ઇલેક્ટ્રોનિક મીડિયા મોનીટરીંગ કંટ્રોલરૂમ અંતર્ગત બનવવામાં આવેલ માહિતી કેન્દ્રનું ખર્ચ નિરીક્ષક વિનીતકુમાર તેમજ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર કે.એલ.બચાણીએ ઉદ્દઘાટન કર્યું હતુ.

ખેડા જિલ્લાને લગતી ચૂંટણીલક્ષી સમાચારોનું ખાસ મોનિટરીંગ કરવામાં આવી રહ્યું છે
ચૂંટણી દરમિયાન શાંતિમય વાતાવરણને ડહોળવા માટે ફેક ન્યુઝ મારફતે ખોટા પ્રચાર- પ્રસાર થતા હોય છે. જેથી આ સમય દરમિયાન ચૂંટણી શાંતિમય વાતાવરણમાં સંપન્ન થાય તે માટે જિલ્લા કલેકટર કચેરી ખાતે ખાસ ઇલેક્ટ્રોનિક મીડિયા મોનીટરીંગ કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યો છે. આ કંટ્રોલ રૂમમાં 3 ટેલિવિઝન સેટ ગોઠવવામાં આવ્યા છે. જેમાં સ્થાનિક, રાજ્ય લેવલની ન્યુઝ ચેનલમાં ખેડા જિલ્લાને લગતી ચૂંટણીલક્ષી સમાચારોનું ખાસ મોનિટરીંગ કરવામાં આવી રહ્યું છે. ચૂંટણીના વાતાવરણને ડહોળવાનો પ્રયાસ અને આદર્શ આચારસંહિતાનો ભંગ થતો હોય તેવા સમાચારો તથા જાહેર ખબરો પર ચાંપતી નજર રાખવાની કામગીરી આ કંટ્રોલ રૂમમાં થઈ રહી છે.

આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી મેહુલ દવે સહિત અનેક લોકો હાજર રહ્યા
ઇલેક્ટ્રોનિક મીડિયા મોનીટરીંગ કંટ્રોલ રૂમ અંતર્ગત જિલ્લાનાં છ વિધાનસભા મતવિસ્તારો, રાજ્ય તથા જિલ્લાનાં ચૂંટણી અધિકારીઓની માહિતી, ચૂંટણી તથા ખર્ચ લક્ષી ફરિયાદ માટેના ટોલ-ફ્રી નંબર, મતદારોની આંકડાકીય માહિતી, વિશિષ્ટ મતદાન મથકો, સહિત ચૂંટણી અગત્યની માહિતીની પ્રદર્શની માહિતી કેન્દ્ર સ્વરૂપે જિલ્લા માહિતી કચેરી, નડિયાદ દ્વારા યોજવામાં આવી હતી. માહિતી કેન્દ્ર ઉદ્દઘાટન પ્રસંગે જિલ્લા ચૂંટણી અધિકારી તથા જિલ્લા ખર્ચ નિરીક્ષકએ ઇલેક્ટ્રોનિક મીડિયા મોનીટરીંગ તથા ચૂંટણી ખર્ચ સંબંધિત જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપ્યું હતું. ઉલ્લેખનીય છે કે જિલ્લાની 6 વિધાનસભા બેઠકો માટે રાજેશ કુમાર તથા વિનીત કુમારની ખર્ચ ઓબ્ઝર્વર તરીકે નિમણૂક કરવામાં આવી છે. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી મેહુલ દવે, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ધર્મેન્દ્રસિંહ ચૌહાણ, નાયબ માહિતી નિયામક નિત્યાબેન ત્રિવેદી , ટેક્નિકલ આસિસ્ટન્ટ દિવ્યેશ આચાર્ચ,માહિતી મદદનીશ પ્રિન્સ ચાવલા અને અલ્પેશ મકવાણા સહિત માહિતી કચેરીનો સ્ટાફ અને ઇલેક્ટ્રોનિક મીડિયા મોનીટરીંગ કંટ્રોલરૂમના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...