આંતરિક બદલીઓ:ખેડા જિલ્લા કલેક્ટરે 33 નાયબ મામલતદારોની આંતરિક બદલીઓ કરી

નડિયાદ23 દિવસ પહેલા
  • કૉપી લિંક

ખેડા જિલ્લામાં વિવિધ મામલતદાર કચેરીમાં તેમજ પ્રાંત કચેરીમાં ફરજ બજાવતા 33 નાયબ મામલતદારની આંતરિક બદલી કરવામાં આવી છે. વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ ચૂંટણી કામગીરીમાં રાખેલા મામલતદારોને તેમના ચાર્જ માટે મુક્ત કરી આ બદલીઓ કરતા 33 નાયબ મામલતદારોએ પોતાની નવી જગ્યાએ ચાર્જ સંભાળી લીધો છે.

પોતાની મૂળ જગ્યા પર ફરજ બજાવવા આંતરિક બદલી કરી
ખેડા જિલ્લા કલેકટરે વિધાનસભાની સામાન્ય ચૂંટણી-2022 સંદર્ભે ચૂંટણીલક્ષી કામગીરી માટે જિલ્લા,તાલુકા,ચૂંટણી અધિકારીની કચેરીઓ ખાતે વધારાનું હંગામી મહેકમ તારીખ 1 સપ્ટેમ્બરથી 31 જાન્યુઆરી 2023સુધીના સમયગાળા માટે મંજૂર કર્યું હતું. જે જગ્યાઓ વિધાનસભા સામાન્ય ચૂંટણી-2022ની કામગીરી પૂર્ણ થતાં હોઈ આ હંગામી મહેકમને બંધ કરવામાં આવ્યું છે. જેથી જિલ્લામાં ફરજાવતા 33 નાયબ મામલતદારોને ચૂંટણી કામગીરીમાંથી મુક્ત કરી હવે પોતાની મૂળ જગ્યા પર ફરજ બજાવવા આંતરિક બદલી તો કરી છે. જેમાં આર. કે જાદવ , કે. પી. નાડીયા ,વી જે. ચાવડા, એ. સી. પટેલ, જે. વી. પટેલ, એમ. એમ. દેસાઈ, સુવાસ એમ. પટેલ સહિત 33નો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...