પાલક માતા-પિતાનો લાભ:ખેડા જિલ્લા બાળ સુરક્ષા એકમે એપ્રિલથી ઓગષ્ટ સુધી 34 બાળકોને પાલક માતા પિતા યોજનાનો લાભ અપાવ્યો

નડિયાદ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં પાલક માતા પિતા યોજનાનો આજ દિન સુધી 643 બાળકો લાભ લઇ રહ્યા છે

જિલ્લા બાળ સુરક્ષા એકમ, નડિયાદ ધ્વારા એપ્રિલથી ઓગષ્ટ સુઘી પાલક માતા-પિતા યોજના અંતર્ગત આવેલ અરજીઓને મંજુર કરવા માટે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીના અધ્યક્ષ સ્થાને સ્પોન્સરશી૫ એન્ડ ફોસ્ટર કેર એપ્રુવલ કમિટીની કુલ-5 બેઠક યોજવામાં આવેલ હતી. આ બેઠકમાં સમાજ સુરક્ષા ખાતાની પાલક માતા-પિતા યોજના અંતર્ગત નવી આવેલ કુલ 36 અરજીઓ મંજુરી, નામંજુરી અર્થે મુકવામાં આવેલ હતી. જે પૈકી 34 અરજીઓ યોજનાના ઘારા-ઘોરણ મુજબ બંઘ બેસતી હોય તેને કમિટી ધ્વારા મંજુર કરવામાં આવેલ અને 2 અરજીઓ યોજનાના ઘારા-ઘોરણમાં બંઘ બેસતી ન હોય નામંજુર કરવામાં આવી હતી.

વધુને વધુ બાળકોને આ યોજનાનો લાભ મળે
તેમજ આ નિર્ણય ખેડા જિલ્લા સ્પોન્સરશી૫ એન્ડ ફોસ્ટર કેર એપ્રુવલ કમિટીના અધ્યક્ષ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી, કમિટીના સભ્ય સચિવ જિલ્લા બાળ સુરક્ષા અધિકારી તથા કમિટી અન્ય સભ્યો તથા જિલ્લા બાળ સુરક્ષા એકમ, નડિયાદના સમગ્ર કર્મચારીઓની ઉપસ્થિતિમાં લેવામાં આવેલ હતો.‌તદઉપરાંત કમિટીના અધ્યક્ષ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી ખેડા ધ્વારા યોજનાના પ્રચાર પ્રસાર માટે યોગ્ય કાર્યવાહી કરવા તથા યોજનાના માપદંડ મુજબના વધુને વધુ બાળકોને આ યોજનાનો લાભ મળી રહે તે અંગેની કાર્યવાહી કરવા જણાવવામાં આવ્યું હતું.

બાળક 18 વર્ષ પહેલા ભણવાનું છોડે તો સહાય બંધ
પાલક માતાપિતા યોજનાના માપદંડ મુજબ જે બાળકના માતાપિતા મૃત્યુ પામેલ હોય અથવા પિતાના મૃત્યુ બાદ માતાએ બીજા લગ્ન કરેલ હોય ને બાળકની માવજત અન્ય કોઇ સગા સંબંધી ધ્વારા કરવામાં આવતી હોય તો તેવા બે ઘારઘોરણ ઘરાવતા બાળકોને આ યોજનાનો લાભ મળવાપાત્ર છે. આ યોજના અંતર્ગત અભ્યાસ કરતાં બાળકો પૈકી બાળક 18 વર્ષનું થાય ત્યા સુધી માસિક રૂપિયા 3 હજાર સુધીની સહાય આપવામાં આવે છે અને જો બાળક 18 વર્ષ પહેલા ભણવાનું છોડે તો તેની સહાય બંધ કરવામાં આવેલ છે એટલે કે બાળકનો અભ્યાસ ચાલુ હોવો જરૂરી છે. પાલક માતાપિતા યોજના અંતર્ગત ખેડા જિલ્‍લામાં નવી મંજુર થયેલ અરજીઓની સાથે હાલની સ્‍થિતિએ કુલ 648 લાભાર્થીઓ લાભ મેળવી રહેલ છે. પાલક માતા - પિતા યોજનાની સહાય મેળવવા માટે યોજનાકીય અરજી સામાજિક ન્યાય અને અઘિકારીતા
વિભાગના ઇ-સમાજ કલ્યાણની વેબસાઇટ પરથી મળી શકશે.

માસીક રૂપિયા 3 હજારની સહાય
તદ્દઉ૫રાંત સ્પોન્સરશી૫ યોજનાની ૫ણ સમિતી દ્વારા લાભાર્થીઓના ફોલોઅ૫ બાબતે સમીક્ષા કરવામાં આવેલ હતી અને આ યોજનાના બાળકોના અભ્યાસ બાબતે દર ત્રણ મહિને ફોલોઅ૫ ઘરતપાસ કરવામાં આવે છે. જે બાબતે સમિતી દ્વારા તમામ લાભાર્થી બાળકોના ફોલોઅ૫ ઘરતપાસ તપાસવામાં આવેલ. આ યોજના અંતર્ગત રાજય સરકારની સ્પોન્સરશી૫ યોજનાનો લાભ મેળવતા 17 બાળકોને માસીક રૂપિયા 3 હજારની સહાય આ૫વામાં આવે છે.

શેરો પોઝિટિવ ઇલનેસ અંતર્ગત પણ 146 અરજીઓ મંજૂરી
કેન્દ્ર સરકારની સ્પોન્સરશી૫ યોજનાનો લાભ મેળવતા 8-બાળકોને માસીક રૂપિયા 4 હજારની સહાય આ૫વામાં આવે છે. વઘુમાં, સમિતી દ્વારા સમાજ સુરક્ષા ખાતાની બાળકો માટેની અન્‍ય એક યોજના શેરો પોઝીટીવ ઇલનેસ અંતર્ગત પણ 146 અરજીઓ મંજુરી, નામંજુરી અર્થે મુકવામાં આવેલ હતી. જે પૈકી તમામ અરજીઓને કમિટી ધ્વારા મંજુર કરવામાં આવેલ હતી.

અન્ય સમાચારો પણ છે...