વિરોધ:ગરબાના પાસ પર GST લાગુ કરવા સામે ખેડા આપનો વિરોધ

નડિયાદ4 દિવસ પહેલા
  • કૉપી લિંક
ખેડાના ‘આપ’ દ્વારા ગરબામાં GSTનો વિરોધ કરાયો હતો. - Divya Bhaskar
ખેડાના ‘આપ’ દ્વારા ગરબામાં GSTનો વિરોધ કરાયો હતો.
  • ઢોલ નગારા સાથે રેલી કાઢી સૂત્રોચ્ચાર સાથે દેખાવો કરાયાં

સરકાર દ્વારા ગરબા રમવાના પાસ પર 18% GST લાગુ કરતા ખેલૈયાઓમાં નારાજગી વ્યાપી છે. જોકે ખેલૈયાઓ નારાજગી વ્યક્ત કરે તે પહેલા સમગ્ર મામલો રાજકીય રંગ પકડી રહ્યો છે. અને આજ મામલે હવે રાજકીય ગરબા શરૂ થયા છે. કોંગી કાર્યકરો દ્વારા ગરબા રમી 18% GSTનો વિરોધ કરવામાં આવ્યો હતો. જે બાદ હવે આમ આદમી પાર્ટી પણ આ મામલે મેદાને ઉતરી છે.

ખેડામાં આમ આદમી પાર્ટીના કાર્યકરોએ બુધવારે ઢોલ નગારા સાથે રેલી કાઢી વિરોધ પ્રદર્શન કર્યું હતું. ખેડા ચોકડીથી નારા સાથે બજારમાં રેલી પ્રવેશી હતી. જ્યા આમ આદમીના કાર્યકરોએ પણ પ્લેકાર્ડ સાથે ગરબા રમી વિરોધ વ્યક્ત કર્યો હતો. સરકાર વિરોધી સૂત્રોચ્ચાર અને 18% GSTના વિરોધ બાદ ખેડા ભગતસિંહ ચોક ખાતે રેલીનું સમાપન થયું હતું.

અન્ય સમાચારો પણ છે...