ઉજવણી:સારંગપુરમાં સદગુરુ ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવનનું ખાતમુહૂર્ત

નડિયાદ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સ્વામિ. સંપ્રદાયના આચાર્યના 56મા જન્મોત્સવની ઉજવણી

સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત વિશ્વવિખ્યાત સાળંગપુરધામ કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની શુભ પ્રેરણાથી એવં કોઠારી વિવેકસાગરદાસ સ્વામીના માર્ગદર્શનથી વડતાલ મેનેજીંગ ટ્રસ્ટી બોર્ડના સંપૂર્ણ સાથ સહકારથી તેમજ આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજના આશીર્વાદથી 1000 રૂમો તથા વિશાળ હોલની સુવિધાવાળું ગુજરાતનું પ્રથમ સદ્‌ગુરુ યોગીવર્ય ગોપાળાનંદ સ્વામી યાત્રીક ભવનનું ખાતમુહૂર્ત એવં લક્ષ્મીનારાયણદેવ ગાદી પીઠાધિપતિ આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજનો 56મા જન્મઉત્સવની ઉજવણી કરવામાં આવી.

તા.03 ઓગષ્ટ 2022,બુધવારના રોજ કષ્ટભંજનદેવ દાદાને ફૂલનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો. જેમાં વડતાલ, ગઢડા, જૂનાગઢ, ભુજ વિગેરે ધામોધામથી 300 કરતા પણ વધારે સંતો તથા હજારો હરિભક્તો પધાર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...