'તુલસી વિવાહ':યાત્રાધામ ડાકોરમાં કારતક સુદ અગિયારસની ધામધૂમ પૂર્વક ઉજવણી, ભગવાન રણછોડરાયજીનો તુલસી વિવાહનો ઉત્સવ ઉજવાયો

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

હિંદુ સંસ્કૃતિ પ્રમાણે ચાર મહિનાના વિરામ બાદ આજના દિવસથી શુભ મૂહુર્તનો પ્રારંભ થયો છે. લગ્નોત્સવની શરૂઆત થતી હોય છે. ત્યારે રાજ્યના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે તુલસી વિવાહનો ઉત્સવ ખુબજ ધામધૂમ પૂર્વક ઉજવાયો છે. જેમાં રણછોડજીનું બાળસ્વરૂપ ગોપાલ લાલજી મહારાજનો વરઘોડો નિજ મંદિરમાંથી નીકળ્યો હતો અને વિવિધ ભક્તો દ્વારા બનાવેલ લગ્ન કુંજમાં બિરાજમાન થઈ તુલસીજી સાથે તે તેમના વિવાહ કરવામાં આવે છે.

તુલસીજી સાથે ફેરા ફરી તુલસીજીનો અને ભગવાનનો વિવાહ સંપન્ન થયો હતો
આ પાવન પ્રસંગે રણછોડજીના ભક્તો દ્વારા મંદિર પરિષદમાં સાત જેટલા મોયરા બનાવવામાં આવ્યા અને આ મોયરામાં તુલસીજીને બિરાજમાન કરી રાજાધિરાજના તુલસીજી સાથે વિધિવત રીતે વિવાહ કરવામાં આવ્યા હતા. સૌપ્રથમ આતશબાજી સાથે ભગવાનનો નીજ મંદિરમાંથી વરઘોડો નીકળી લક્ષ્મીજી ખાતે પહોંચ્યો હતો. જ્યાં માતા લક્ષ્મીજી સાથે મુલાકાત કરી ભગવાન પરત મંદિર પરિસરમાં આવ્યા હતા. અને ત્યાં ભક્તો દ્વારા તૈયાર કરાયેલા મોયરામાં ભગવાન તુલસીજી સાથે ફેરા ફરી તુલસીજીનો અને ભગવાનનો વિવાહ સંપન્ન થયો હતો. આ વિવાહમાં ભગવાન રણછોડરાયની લગ્નની જાનના વરઘોડામાં ભક્તો ભાવ વિભોર બન્યા હતા અને ભગવાનના લગ્ન પ્રસંગમાં હાજર રહી દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી.

અન્ય સમાચારો પણ છે...