અંતે વન વિભાગ જાગ્યું:ખુમરવાડમાં કપિરાજનો આતંક, 7 દિ’માં વધુ એક વ્યક્તિને કરડ્યો

નડિયાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સાંજના કપિરાજ પાંજરે પૂરાયા

ખેડા તાલુકાના ખુમરવાડ ગામમાં છેલ્લા બે મહિનાથી આતંક મચાવનાર કપિરાજ આખરે પાંજરે પુરાયા છે. અઠવાડિયા અગાઉ ઝવેરબાઇ માતાજી મંદિરની બહાર બાંકડા ઉપર ગામના યુવાન દશરથભાઈ પુનમભાઈ સોઢાને પગમાં બચકું ભરીને લોહી લુહાણ કરી નાખ્યા હતા. જે બાદ બુધવારે સવારે 70 વર્ષીય વૃદ્ધને બચકું ભરતા ગામમાં ચકચાર મચી હતી.

ગ્રામજનો દ્વારા વન વિભાગ સમક્ષ રોષ ઠાલવતા અઠવાડિયા થી ઉંઘમાં રહેલુ તંત્ર દોડતુ થયું હતું. અને સાંજના સમયે કપિરાજ પાંજરે પુરાયા હતા. બુધવારે સવારે ખુમરવાડ ગામના ફુલાભાઈ ભયજીભાઈ ડાભી ઉં.70 ના આધેડ શૌચક્રિયા માટે ગયા હતા, ત્યારે પરત ગામ તરફ ફરતા નદી વિસ્તારમાં આવેલ વેરાઈ માતાજીના મંદિર નજીક કપિરાજે આધેડ ઉપર હુમલો કર્યો હતો.

કપિરાજે પગના પંજામાં બચકું ભરતા પંજાની અંદર ખાડો પાડી દેતા નસ કપાઈ ગયી હતી. ફુલાભાઈએ બુમાબુમ કરતા અન્ય લોકો ઘટના સ્થળે દોડી આવતા કપિરાજ નાસી છૂટ્યા હતા. જે બાદ વૃધ્ધને 108 મારફતે ખેડા સિવિલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાથી વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ મોકલી આપવામાં આવ્યા હતા.

સ્થાનિકોની ચર્ચા મુજબ છેલ્લા બે મહિનામાં કપિરાજે કુલ ત્રણ લોકોને ગંભીર ઈજાઓ પહોંચાડી છે. જોકે હવે કપિરાજ પકડાઈ ગયા છે, ત્યારે તેને દૂર જંગલ વિસ્તારમાં છોડવામાં આવે તે જરૂરી છે

અન્ય સમાચારો પણ છે...