મહેમદાવાદ તાલુકાના અકલાચા ચોકડી મનુભાઈ પરમાર લારી પર નાસ્તાનો વેપાર કરી ગુજરાન ચલાવે છે. તા.15 મે ના રોજ દિકરા શૈલેષના લગ્ન હોવાથી દીકરાની વહુને આપવા ઘરેણાં અને કેટલીક વસ્તુઓ લાવી ધંધાના સ્થળે બનાવેલ છાપરામાં મૂક્યા હતા. તા. 27 એપ્રિલના રોજ રાત્રીના બાર વાગ્યા પછી મનુભાઈનો પરિવાર સુઈ ગયો હતો.
વહેલી સવારે મનુભાઈના પત્ની જાગતા પતરાની પેટી અને મોબાઇલ જોવા મળ્યો ન ગતો. વળી શૈલેષે હાથમાં પહેરેલી ચાંદીનુ કડુ પણ ચોરી કરી લઇ ગયા હતા. તપાસ કરતા અકલાચા ગામની ગટરમાંથી પતરાની પેટી અને કપડાં મળી આવ્યા હતા. પરંતુ ઘરેણાં અને મોબાઇલ મળી આવ્યા ન હતા.
આ અંગે તપાસ કરતા ઘરેણા અને મોબાઇલ મળી કુલ રૂ 35,910 ની મત્તાની અજાણ્યા ચોર ઇસમો ચોરી કરી ફરાર થઇ ગયા હતા. આ બનાવ અંગે મનુભાઈ સોમાભાઈ પરમારની ફરિયાદ આધારે મહેમદાવાદ પોલીસે અજાણ્યા ચોર ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. આ અંગે ચર્ચાતી વાતો પ્રમાણે જિલ્લા ક્રાઇમ બ્રાન્ચની ટીમ અજાણ્યા ચોર ઇસમોને રાઉન્ડઅપ કરી ગુનાનો ભેદ ઉકેલવા કમર કસી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.