સગીરાને ભગાડી જવુ ભારે પડ્યું:મહેમદાવાદના જરાવતનો શખસ સગીરાને ભગાડી ગયો, પોલીસે રોહિસ્સા ગામેથી ત્રણને ઉઠાવી લીધા

નડિયાદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક

મહેમદાવાદના જરાવતના યુવાને 3 માસ અગાઉ લગ્નની લાલચ આપી સગીરાને તેના વાલીપણામાથી ભગાડી જવાના કેસમાં આખરે પોલીસને સફળતા મળી છે. શખસે પોતાના બે સાગરીતોની મદદથી સગીરાને ભગાડી ગયો હતો. પોલીસ બાતમીના આધારે સગીરાને આ યુવાનના ચુંગાલમાંથી બચાવી લીધી હતી.‌ આ પ્રકરણમાં મુખ્ય સૂત્રધાર આરોપી અને તેના બે મિત્રો મળી કુલ 3 લોકોની પોલીસે ધરપકડ કરી છે.

લગ્ન કરવાની લાલચ આપી પ્રેમજાળમાં ફસાવી
મહેમદાવાદ તાલુકાના જરાવત ગામે રહેતા શખસે ગત 27 જુનના રોજ એક સગીરવયની દીકરીને લગ્ન કરવાની લાલચ આપી પ્રેમજાળમાં ફસાવી બદકામ કરવાના ઇરાદે તેણીના વાલીપણામાથી ભગાડી ગયો હતો. શખસ અન્ય બે સાગરીતોની મદદથી ભગાડી ગયો હતો.

પોલીસે જુદી જુદી ત્રણ ટીમો બનાવી
આ મામલે સગીરાના વાલીએ મહેમદાવાદ પોલીસમાં ભગાડી જનાર ઇસમ વિરુદ્ધ અને તેના સાગરીતો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આઈપીસી કલમ 363, 366 મુજબ અને પોકસો એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસે માત્ર ત્રણ મહિનામાં જ ભગાડી જનાર યુવાન અને તેના સાગરીતને શોધી ધરપકડ કરી દીધી છે. પોલીસે જુદી જુદી ત્રણ ટીમો બનાવી ઉપરાંત હ્યુમન સોર્સ અને ટેકનિકલ સોર્સના આધારે આરોપીઓ સુધી પહોંચવામાં મોટી સફળતા મળી છે.

અન્ય સમાચારો પણ છે...