નડિયાદના રેલવે સ્ટેશન પર વધુ 11 ટ્રેનો થોભશે:ચરોતરમાં વસતા રાજસ્થાનવાસીઓ, કચ્છવાસીઓ અને સૌરાષ્ટ્વાસીઓને તેમના વતનમાં જવા સરળતા રહેશે

નડિયાદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક

નડિયાદ અને મહેમદાવાદ સહિત સમગ્ર ચરોતરમાં વસતા રાજસ્થાનવાસીઓ,કચ્છવાસીઓ અને સૌરાષ્ટ્વાસીઓની તેમના વતનમાં જવા આવવા માટે ટ્રેનોના સ્ટૉપેજની સવલત મળી રહે તેવી માગણી અને રજુઆતો કેન્દ્રીય સંચાર રાજ્યમંત્રી અને ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણને કરવામાં આવી હતી,જેના પગલે કેન્દ્રિય મંત્રી દેવુસિંહ ચૌહાણે રેલવે મંત્રાલયમાં ઉચ્ચકક્ષાએ ચરોતરવાસીઓની આ લાગણી અને માગણી અંગે સતત અને સંનિષ્ઠ રજુઆત અને પ્રયત્નો કરતા રેલ્વેમંત્રી અશ્વિની વૈષ્ણવજીએ 11 જેટલી ટ્રેનોના સ્ટોપેજને મંજૂરી આપી છે.
​​​​​​​
આ ટ્રેનો થોભશે
મુંબઇ તરફ આવાગમન કરતા મુસાફરોને પણ આ ટ્રેનોનો લાભ મળશે. નવી શરૂ કરાયેલી ટ્રેનોમાં સાબરમતી એક્સપ્રેસ-દરભંગાથી અને વારાણસીથી અમદાવાદ, લોકશક્તિ એક્સપ્રેસ બાંદ્રાથી અમદાવાદ, કચ્છ એક્સપ્રેસ ભુજથી બાંદ્રા અને બાંદ્રાથી ભુજ, બાંદ્રાથી ભાવનગર,ભાવનગરથી બાંદ્રા,‌ રાણકપુર એક્સપ્રેસ બિકાનેર થી દાદર, મડગાવ થી હાપા, અરાવલી એક્સપ્રેસ બાંદ્રા થી શ્રી ગંગાનગર, બિકાનેરથી દાદર, મુંબઇ તરફની ટ્રેનોનો સમાવેશ થાય છે. જેનો લાભ ચરોતરના મુસાફરોને નડિયાદ સ્ટેશનથી મળશે. ચરોતરની જનતાને રેલવે મુસાફરીની સવલત વધુ સુલભ બને તેવો પ્રતિસાદ રેલવે સત્તાવાળાઓએ આપતા ખેડાના સાંસદ અને કેન્દ્રિય મંત્રી દેવુસિંહ ચૌહાણે આ વિસ્તારના જનપ્રતિનિધિ તરીકે રેલવેમંત્રીનો આભાર માન્યો છે.

અન્ય સમાચારો પણ છે...