રજૂઆત:નડિયાદમા મરીડા ભાગોળથી સ્પોર્ટ કોમ્પલેક્ષ જવાના માર્ગ પર ડામર પાથરવા રજૂઆત કરાઈ

નડિયાદ3 દિવસ પહેલા
  • કૉપી લિંક

નડિયાદ મરીડા ભાગોળથી સ્પોર્ટ કોમ્પલેક્ષ તરફ જવાના રસ્તા પર તંત્રની બેદરકારીના કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. રોડ પર પડેલા ખાડાને પુરવા ડસ્ટ નાખતા આ ડસ્ટની ડમરીઓ ઉડતી હોય લોકોના આરોગ્ય સાથે નુકસાન થઈ રહ્યું છે. આ બાબતે જિલ્લા કલેકટરને લેખિતમાં રજૂઆત કરી યોગ્ય નિકાલ કરવા માટે માંગ કરવામાં આવી છે.

15 દિવસ થવા આવ્યા છતાં ડામર પાથરેલ નથી
ખેડા જિલ્લા કલેકટરને સામાજિક કાર્યકર ફારૂકભાઈએ લેખિતમાં કરેલી અરજીમાં જણાવ્યું છે કે, નડિયાદ મરીડા ભાગોળથી સ્પોર્ટ કોમ્પલેક્ષ જવાનો માર્ગ હમણા 5 મહિના અગાઉ રોડ બનાવવામાં આવ્યો હતો. તેમાં મટીરીયલ વધારે ન વપરાયુ હોઈ જેના કારણે રોડ પાંચ મહિનામાં તુટી જવા પામેલ છે. આ બાબતે અગાઉ પણ રજૂઆત કરવામાં આવી હતી. જે બાબતે માર્ગ અને મકાન વિભાગ ખાતાને કચોરીઓથી યોગ્ય કરવા જણાવતા માર્ગ અને મકાન વિભાગએ આ રોડ પર ડસ્ટ નાખી દીધું છે. 15 દિવસ થવા આવ્યા છતાં ડામર પાથરેલ નથી આ ધૂળ ઉડવાથી અહીયા રહેતા સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. વહેલી તકે આ રોડ પર ડામર કામ કરવામા તેવી માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...