ગમખ્વાર અકસ્માત:ખેડાના ગોબલજ ગામની સીમમાં અકસ્માતમાં આઇસર ચાલકનું મોત

નડિયાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • રોડની સાઈડમાં ઉભેલી આઇસર પાછળ આઇસર અથડાઇ

ખેડા તાલુકાના ગોબલજ ગામની સીમમાંથી પસાર થતા નેશનલ હાઇવે નં-48 ગોબલજ ગામની સીમમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આઇશરના ચાલકે સાઇડમાં ઉભેલ અન્ય આઇશરને અડફેટ મારતા શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા આઇસર ચાલકનું મૃત્યુ નિપજયુ હતુ.પોલીસે અકસ્માત સર્જનાર આઈસર ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અમદાવાદ દસક્રોઈ નવાપુરામાં રહેતા સુરેન્દ્રકુમાર વર્માના કાકાનો દિકરો સુનીલ ચાંગોદરમાં આવેલ કાર્ગો કંપની આઇસર ચલાવે છે.તા.10 જુલાઇના રોજ સુનીલ કંપનીમાંથી ક્રોમાં કંપનીના કુરિયર લઇ સુરત જવા નીકળ્યા હતા.તે સમયે ગોબલજ ગામની સીમમાં આવેલ સંમતિ હોટલની સામેના રોડ પરથી પસાર થઇ રહ્યા હતા.

તે સમયે રોડની સાઈડમાં ઉભેલી આઇસર જી.જે.01 ડી વી 6913 ને પાછળથી સુનીલે તેની આઇસર જી.જે.01 જેટી 4461 પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી અડફેટ મારી હતી.તેથી આઇસર ચાલક સુનીલને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા મૃત્યુ નિપજયુ હતુ. સુરેન્દ્રકુમાર રમાશંકર વર્માની ફરિયાદ આધારે ખેડા પોલીસે અકસ્માત સર્જનાર આઇસર ચાલક સુનીલભાઇ વર્મા વિરુદ્ધ ફરિયાદ નોંધી છે.

અન્ય સમાચારો પણ છે...